Tuesday, September 17, 2024
Homeરાજ્યજામનગરધ્રોલ ગામમાંથી દારૂના જથ્થા સાથે બે શખ્સોને પોલીસે દબોચ્યા

ધ્રોલ ગામમાંથી દારૂના જથ્થા સાથે બે શખ્સોને પોલીસે દબોચ્યા

456 બોટલ દારૂ અને કાર તથા મોબાઇલ મળી કુલ રૂા.4,32,500 નો મુદ્દામાલ કબ્જે: પીઠડ ગામના શખ્સનું નામ ખૂલ્યુ : ધ્રોલ પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

જામનગર જિલ્લાના ધ્રોલ ગામ તરફ આવી રહેલી કારને આંતરીને તલાસી લેતા તેમાંથી જુદી જુદી બનાવટની 456 બોટલ ઈંગ્લીશ દારૂ અને એક કાર તથા બે મોબાઇલ સહિત કુલ રૂા.4,32,500 નો મુદામાલ સાથે બે શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

દારૂ અંગેના દરોડાની વિગત મુજબ, જામનગર પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી પોલીસ દ્વારા દારૂ-જૂગારની બદીઓને ડામવા માટે સારી એવી કાર્યવાહી છેલ્લાં ઘણાં સમયથી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી અંતર્ગત જામનગર ગ્રામ્ય ડીવાયએસપી આર બી દેવધા તથા ધ્રોલ સર્કલ સીપીઆઈ એ આર ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી જી પનારા તથા ધ્રોલ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન હેકો રાજેશભાઈ મકવાણા, પો.કો. હરદેવસિંહ જાડેજા તથા પો.કો. નાગજીભાઈ ગમારાને મળેલી સંયુકત બાતમીના આધારે પોલીસે લતીપર ગામ તરફથી આવતી નંબર પ્લેટ વગરની સ્વીફટ કારને આંતરીને તલાસી લેતા તેમાંથી ઈંગ્લીશ દારૂની રૂા.78 હજારની કિંમતની 156 નંગ ગ્રીનલેબલ ધ રીચ બ્લેન્ડ વ્હીસ્કી, રૂા.30 હજારની કિંમતની 60 નંગ વાઈટ લેસ વોડકા, રૂા.24 હજારની કિંમતની વાઇટ લેસ વોડકા 180 એમ.એલ.ની 240 નાની બોટલો સહિતની જુદી જુદી બનાવટની 456 નંગ કબ્જે કરી હતી. આ ઉપરાંત રૂા.5,500 ની કિંમતના બે મોબાઇલ તથા ત્રણ લાખની કિંમતની કાર સહિત પોલીસે કુલ રૂા.4,32,500 નો મુદામાલ મળી આવ્યો હતો.

દારૂનો જથ્થો કબ્જે કરી પીએસઆઈ પી જી પનારા, હેકો રાજેશભાઇ મકવાણા, પો.કો. હરદેવસ્હિં જાડેજા, નાગજીભાઈ ગમારા, મનિષભાઈ વાડોલિયા, રઘુવીરસિંહ જાડેજા, કિશોરભાઈ ડાભી, કરણભાઈ શિયાર, અનિલભાઈ સોઢીયા તથા વિપુલભાઈ સિંઘવ અને મેહુલભાઈ જાદવ સહિતના સ્ટાફે કપિલ રાજુ ધનવાણી (રહે. 64 દિ.પ્લોટ) અને બ્રિજરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (રહે. રણજીતનગર નવો હુડકો) નામના બે શખ્સોની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો જોડિયા તાલુકાના પીઠડ ગામના ક્રિપાલસિંહ ખુમાનસિંહ જાડેજાએ આપ્યો હોવાની કેફિયત આપતા પોલીસે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular