Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરજામનગરના જાંબુડા પાસેથી નશિલા પદાર્થના જથ્થા સાથે બે શખ્સ ઝબ્બે

જામનગરના જાંબુડા પાસેથી નશિલા પદાર્થના જથ્થા સાથે બે શખ્સ ઝબ્બે

એસઓજીની ટીમનો દરોડો : 23 ગ્રામ મેફેડ્રોન સાથે મસિતિયા અને ઢીંચડાના શખ્સની ધરપકડ : કુલ રૂા. 2,85,000નો મુદ્ામાલ કબજે : મુંબઇના શખ્સનું નામ ખુલ્યું

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં ઘણા સમયથી નશીલા પદાર્થોની બેરોકટોક હેરાફેરી થતી હોય છે. જો કે, એક્ટિવ રહેતી પોલીસ આ નશીલા પદાર્થના જથ્થાના વેચાણ પૂર્વે શખ્સને ઝડપી લ્યે છે. જામનગરના જાંબુડા પાટિયા પાસેથી એસઓજીની ટીમે બે શખ્સોને રૂા. 2.30 લાખના 23 ગ્રામ વજનના મેફેડ્રોન પાવડર સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરી હતી.

- Advertisement -

ગુજરાતના સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતા હાલારમાં આ સંવેદનશિલ દરિયા કિનારાના કારણે નશિલા પદાર્થની હેરાફેરી ઘણી થતી હોય છે. પોલીસ અને જુદી જુદી એજન્સીઓ દ્વારા આ દેશ વિરોધી પ્રવૃત્તિઓ ડામવા માટે પેટ્રોલિંગ ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવતી હોય છે. પરંતુ તેમ છતાં નશીલા પદાર્થોની ઘુસણખોરી થતી હોય છે અને આ નશીલા પદાર્થ જિલ્લાના જુદા જુદા સ્થળોએ પહોંચી જતો હોય છે. દરમિયાન જામનગર એસઓજીના દિનેશ સાંગઠીયા, હિતેશ ચાવડા, રમેશ ચાવડાને મળેલી સંયુક્ત બાતમીના આધરે બે શખ્સો નશીલા પદાર્થનો જથ્થો લઇને આવવાના હોવાની મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઇ બી.એન. ચૌધરી અને પીએસઆઇ એલ.એમ. ઝેર તથા સ્ટાફે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી મુજબના બે શખ્સો નજરે પડતાં એસઓજીની ટીમે નઝીર હુશેન ખફી (રે. મસીતીયા), આમીર હુશેન ખફી (રે. ઢીંચડા) નામના બે શખ્સોને દબોચી લીધા હતાં.

એસઓજીએ બંને શખ્સોની તલાસી લેતાં તેમની પાસેથી રૂા. 2,30,000ની કિંમતનો 23 ગ્રામ મેફેડ્રોન પાવડર મળી આવ્યો હતો. તેમજ બંને શખ્સો પાસેથી રૂા. 20500ની કિંમતના ત્રણ નંગ મોબાઇલ અને રૂા. 35000 રોકડા મળી કુલ રૂા. 2,85,000નો મુદામાલ કબજે કર્યો હતો અને ત્યારબાદ બંનેની પૂછપરછ હાથ ધરતાં આ મેફ્રેડ્રોન ડ્રગમાં મુંબઇના સાહિદ મેમણ મો. નં. 7738677868 નામના શખ્સની સંડોવણી ખુલી હતી. જેના આધારે એસઓજીની ટીમે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી મુંબઇના શખ્સની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular