Tuesday, February 24, 2026
Homeરાજ્યહાલારખંભાળિયામાં વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

ખંભાળિયામાં વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

ખંભાળિયા નજીક સ્થાનિક પોલીસ દ્વારા ગુરુવારે રાત્રે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમ્યાન ચોક્કસ બાતમીના આધારે જામનગર રોડ પર વડાલીયા સિંહણ વિસ્તારમાં રહેતા મિનલ ડાડુ મુરુ ભાટિયા નામના 21 વર્ષના શખ્સના કબજા ભોગવટાની વાડીમાં આવેલા મકાનમાં સ્થાનિક પોલીસે દરોડો પાડ્યો હતો.

- Advertisement -

આ સ્થળેથી પોલીસને જુદી જુદી બ્રાન્ડની 63 બોટલ વિદેશી દારૂ તથા 48 નંગ દારૂના ચપલાનો જથ્થો સાંપડ્યો હતો. આથી પોલીસે રૂપિયા 30 હજારની કિંમતના વિદેશી દારૂ તથા રૂપિયા 5,000ની કિંમત અને એક મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 35,000 ના મુદ્દામાલ સાથે વડાલીયા સિંહણ ગામના મિનલ ડાડુ ભાટિયા તથા આ જ ગામના લખમણ ઉર્ફે લખન દેવશી ચાવડા ગામના બે શખ્સોની અટકાયત કરી, ધોરણસર કાર્યવાહી કરી હતી. આ કામગીરીમાં અહીંના પી.આઈ. ડી.એમ. ઝાલા સાથે સર્વેલન્સ સ્ટાફના જેઠાભાઈ પરમાર, કાનાભાઈ લુણા યોગરાજસિંહ ઝાલા વિગેરે જોડાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular