જામનગર શહેરમાં ગોકુલનગર વિસ્તારમાં રહેતાં શખ્સના મકાનમાંથી પોલીસે તલાસી લેતા રૂા.6,500 ની કિંમતની દારૂની 13 બોટલ મળી આવતા બે શખ્સોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. ધ્રોલ ગામમાં જોડિયા નાકા પાસેથી પસાર થતા શખ્સની તલાસી લેતા તેની પાસેથી રૂા.3,000 ની કિંમતની છ બોટલ દારૂ મળી આવ્યો હતો. આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ગોકુલનગર વિસ્તારમાં આવેલા મંદિર નજીક રહેતાં શખ્સના મકાનેથી પોલીસે રેઈડ દરમિયાન તલાસી લેતા દિવ્યેશ ગીરીશ ડોબરિયાના મકાનમાંથી રૂા.6,500 ની કિંમતની 13 નંગ દારૂની બોટલો મળી આવતા પોલીસે દિવ્યેશ અને ભાગ્યરાજસિંહ ઉર્ફે ભાગલો જીતેન્દ્રસિંહ રાયજાદા નામના બે શખ્સોને ઝડપી લઇ વધુ પૂછપરછ હાથ ધરી હતી.
બીજો દરોડો, ધ્રોલ ગામમાં જોડિયા નાકા પાસેથી પસાર થતા કુલદિપ ભરત પાડલિયા નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.3,000 ની કિંમતની દારૂની છ બોટલ મળી આવતા પોલીસે દારૂ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.