જામનગર શહેરના રણજીતસાગર રોડ પર સાધના કોલોની એમ 1 માં 2193 નંબરના રૂમમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે સુરેશ ઉર્ફે સાંઈ ગિરધર શર્મા નામના શખ્સના મકાનમાં રેઈડ દરમિયાન તલાસી લેતા મકાનમાંથી રૂા.4500 ની કિંમતની દારૂની નવ બોટલો મળી આવી હતી. જેથી પોલીસે દારૂની બોટલો કબ્જે કરી નાશી ગયેલા સુરેશ શર્મા નામના શખ્સની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. બીજો દરોડો, જામનગર શહેરના સનરાઈઝ સ્કૂલ પાછળ રહેતાં રોહિત ધીરજ નંદા નામના શખ્સના મકાનમાંથી તલાસી દરમિયાન પોલીસે રૂા.1000 ની કિંમતની દારૂની બે બોટલો મળી આવતા રોહિતની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.