દ્વારકા જિલ્લાના સલાયા ગામમાં આવેલા પરોડિયા વિસ્તારમાં રહેતા શખ્સની વાડીમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન તલાસી લેતા વાડીમાંથી રૂા.66 હજારની કિંમતની 132 બોટલ મળી આવતા પોલીસે શખ્સની શોધખોળ આરંભી હતી. દ્વારકામાં રહેણાંક મકાનમાંથી પોલીસે તલાસી લેતા 79 બોટલ મળી આવતા શખ્સની ધરપકડ કરી હતી. મેવાસાના વાડી વિસ્તારમાંથી 16 બોટલ દારૂ સાથે શખ્સને ઝડપી પૂછપરછ હાથ ધરતા સપ્લાયરનું નામ ખુલ્યું હતું.
દારૂ અંગેના દરોડાની વિગત મુજબ, ખંભાળિયા તાલુકાના સલાયા નજીક આવેલા પરોડીયા વાડી વિસ્તાર ખાતે રહેતા હરદાસ ખીમા મસુરા નામના શખ્સ દ્વારા પોતાના કબજા ભોગવટાની વાડીમાં ગેરકાયદેસર રીતે મંગાવીને છુપાવીને રાખવામાં આવેલી રૂા. 66 હજાર કિંમતની 132 બોટલ પરપ્રાંતિય શરાબનો જથ્થો પોલીસે કબ્જે કર્યો હતો. જો કે આ દરોડા દરમિયાન વાડી માલિક હરદાસ ખીમા મસુરા સ્થળ પર મળી ન આવતા હાલ સલાયા મરીન પોલીસે તેને ફરારી ગણી, પ્રોહીબીશન એક્ટ મુજબ આગળની તપાસ હાથ ધરી છે.
જ્યારે દ્વારકામાં નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા હરદાસ ખીમા મસુરા નામના 27 વર્ષના ચારણ શખ્સ દ્વારા પોતાના કબજા ભોગવટાના રહેણાક મકાનમાં છુપાવીને રાખેલી રૂા. 39,500 ની કિંમતની 79 બોટલ વિદેશી દારૂનો જથ્થો કબ્જે કરી, પ્રોહી. એક્ટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.
જ્યારે જિલ્લાની સર્વેલન્સ સ્કવોડની કાર્યવાહીમાં દ્વારકા તાલુકાના મેવાસા ગામના વાડી વિસ્તારમાં રહેતા રાજેશભા આશાભા સુમણીયા નામના 24 વર્ષના શખ્સના કબ્જામાંથી આઠ હજારની કિંમતની 16 બોટલ વિદેશી દારૂનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં ખતુંબા ગામના હાજાભા પાલાભા સુમણીયા નામના શખ્સનું નામ પર ખૂલવા પામ્યું છે. જે સંદર્ભે દ્વારકા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.