જામનગર શહેરમાં એરફોર્સ ગેઈટ નજીકથી રીક્ષામાં કતલખાને લઇ જવાતા બે પાડાને પોલીસે મુકત કરાવી બે શખ્સોની ધરપકડ કરી રીક્ષા કબ્જે કરી હતી.
મળતી વિગત મુજબ, જામનગર શહેરમાં એરફોર્સ ગેઈટ – 2 પાસેથી પસાર થતી જીજે-10-ટીડબલ્યુ-9594 નંબરની રીક્ષામાં બે પાડાઓને કતલખાને લઇ જવાતા હોવાની જીવદયા પ્રેમી પરેશભાઈ દ્વારા કરાયેલી જાણના આધારે એએસઆઈ ડી. જે. જોશી તથા એરફોર્સ નજીકથી પસાર થતી રીક્ષાને આંતરીને તલાસી લેતા તેમાંથી કાળા કલરના બે પાડાઓ મળી આવતા પોલીસે એક લાખની કિંમતની જીજે-10-ટીડબલ્યુ-9594 નંબરની રીક્ષા સાથે રફિક રજાક અધવાન અને હુશેન જાની બાબી નામના બે શખ્સોને દબોચી લઇ તેમના વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.