જામનગર શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન એલસીબીની ટીમે શક પડતો મોબાઇલ અને રોકડ રકમ સાથે બે શખ્સોને દબોચી લઇ પૂછપરછ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ચોરી અથવા કપટથી મેળવેલા મોબાઇલ સાથે બે શખ્સો પસાર થવાની એલસીબીના કિશોર પરમાર અને વનરાજ મકવાણા ને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેય ની સૂચનાથી પીઆઈ એસ એસ નિનામા તથા સ્ટાફે વોચ ગોઠવી મંગળ કાળુ બાવરી (માનસરોવર, ફાટક પાસે, તારાનગર, પાલનપુર જી.બનાસકાંઠા), ભીમ કાશ્મીરી બાવરી (માનસરોવર, ફાટક પાસે, તારાનગર, પાલનપુર જી.બનાસકાંઠા) નામના બે શખ્સોને તલાસી લેતા તેની પાસેથી રૂા.5000 ની કિંમતનો ફોન અને રૂા.12000 ની રોકડ રકમ મળી આવતા પૂછપરછ હાથ ધરતા રોકડ અને મોબાઇલ અંગેના પૂરાવા ન આપી શકતા શક પડતી મિલકત તરીકે 17 હજારનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.