જામનગર તાલુકાના નાઘેડી ગામમાં રહેણાંક મકાનમાં થયેલી ચોરીના બનાવમાં LCBની ટીમે દરેડમાંથી બે તસ્કરોને દબોચી લઇ પુછપરછ હાથ ધરતા આ તસ્કર બેલડીએ જામનગર અને દ્વારકા સહીત જુનાગઢ, રાજકોટ, મોરબી જીલ્લામાં 30 ઘરફોડ ચોરી આચર્યાની કેફિયત આપતા LCBએ સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા બે લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
મળતી વિગત મુજબ જામનગર તાલુકાના નાઘેડી ગામમાં રહેતા જગદીશભાઈ અરાવાના રહેણાંક મકાનમાંથી છ માસ પૂર્વે સોના-ચાંદીના દાગીનાની ચોરી નો બનાવ પંચ બી પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. આ ચોરીના બનાવમાં સંડોવાયેલા બે તસ્કરો દરેડમાં આવવાની LCBના સંજયસિંહ વાળા, દિલીપ તાલાવડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા ને મળેલ સયુંકત બાતમીના આધારે પોલીસવડા નીતેશ પાંડેની સુચનાથી એલસીબી પીઆઈ એસ.એસ.નિનામા, પીએસઆઈ કે.કે.ગોહિલ, બી.એમ.દેવમુરારી, આર.બી.ગોજીયા તથા સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરત પટેલ, નાનજી પટેલ, શરદ પરમાર, હિરેન વરણવા, દિલીપ તલાવાડિયા, અશ્વિન ગંધા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ધાના મોરી, ફિરોઝ ખફી, શિવભદ્રસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોર પરમાર, ખીમભાઇ ભોંચિયા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપ ધાંધલ, વનરાજ મકવાણા, નિર્મળસિંહ જાડેજા, બળવંતસિંહ પરમાર, લક્ષ્મણ ભાટિયા, સુરેશ માલકિયા, રાકેશ ચૌહાણ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રાજેશ રમેશ જિંજુવાડિયા (રે. ધરારનગર-2) અને રવિ અશોક રાઠોડ (રે. ધરારનગર-1, સલીમ બાપુના મદ્રેસા પાસે) નામના બે તસ્કરોને ઝડપી લીધા હતા.
LCBની ટીમે બંને તસ્કરોની પુછપરછ કરતા બંને તસ્કરો દિવસ દરમ્યાન રોડ ઉપરના મકાનો તેમજ ગામ નજીકના વાડી વિસ્તારમાં આવેલા મકાનના તાળા તોડી ચોરી આચરતા હતા. અને બંને તસ્કરોએ આજથી બે વર્ષ પહેલા રવિ રાઠોડ તથા ધવલ જજુવાડીયા બન્નેએ મળી
- જામનગર તાલુકાના દરેડ જી.આઇ.ડી.સી માં શીવ હોટલની સામે એક ઝુંપડામાંથી ચાંદીનુ કડુ આશરે 300 ગ્રામની ચોરી
- આજથી દોઢ વર્ષ પહેલા રાજેશ જીજુવાડીયા તથા રવિ રાઠોડ બન્નેએ મળી રાજકોટ તાલુકાના ખેરવા ગામ પાસે મકાનમાથી સોના દાગીના આશરે યાર તોલા તથા રોકડ રૂ. 35000/- ની ચોરી
- આજથી દોઢ વર્ષ પહેલા રવિ રાઠોડ તથા ધવલ જિંજુવાડીયા બન્નેએ મળી જામનગર ધરારનગર સાત નાળા પાસે ઝુંપડામાંથી એક ઇન્ટેકસ કંપનીનો મોબાઇલ ફોન તથા રોકડ રૂ.1000/- ની ચોરી
- આજથી દોઢ વર્ષ પહેલા રવિ રાઠોડ તથા ધવલ જિંજુવાડીયા બન્નેએ મળી જામનગર નાગનાથ નાકે આવેલ સ્મશાન ની બાજુમાં ઝુંપડા, ઓરડી માંથી એક મોબાઇલ ફોનની ચોરી
- 5. આજથી દોઢ વર્ષ પહેલા રવિ રાઠોડ તથા ધવલ જિજુવાડીયા બન્નેએ મળી જામનગર હાપા રોડ ઉપર લાલવાડી સ્કુલ આગળ આવેલ પતરાના ઝુંપડામાંથી ઇન્ટેકસ કંપનીના મોબાઇલ ફોનની ચોરી
- આજથી સવા વર્ષ પહેલા રાજેશ જીજુવાડીયા તથા રવિ રાઠોડ બન્નેએ મળી જામનગર તાલુકાના સુપડા ગામની વાડીના મકાનમાંથી સોનાની દાગીના તથા રોકડ રૂપીયા 2000/-ની ચોરી કરેલ
- આજથી આશરે સવા વર્ષ પહેલા રાજેશ જીંજુવાડીયા તથા રવિ રાઠોડ બન્નેએ મળી લાલપુર તાલુકાના ગલ્લા પેટ્રોલ પંપ પાસેના મકાનમાંથી સોનાના દાગીના તથા રોકડ રૂ.10000/- ની ચોરી
- આજથી આશરે સવા વર્ષ પહેલા રાજેશ જજુવાડીયા તથા રવિ રાઠોડ બન્નેએ મળી લાલપુર તાલુકાના પીપરટોડા ગામની વાડીના મકાનમાંથી રોકડ રૂ.20000/ ની ચોરી
- આજથી એક વર્ષ પહેલા બપોરના સમયે રાજેશ જજુવાડીયા તથા રવિ રાઠોડ બન્નેએ મળી જામનગર તાલુકાના દરેડ જી.આઇ.ડી.સી માં મહાવીર સર્કલ પાસે આવેલ બંધ ઓરડીમાથી ચાંદીની બંગળી-6, ચેઇન, પગમાં પહેરવાના કડલા મળી આશરે એકાદ કિલોની ચોરી
- આજથી એક વર્ષ પહેલા રાજેશ જીજુવાડીયા તથા રવિ રાઠોડ બન્નેએ મળી ધ્રોલ તાલુકાના હરિપુર ગામના મકાનમાંથી સોના ના તથા ચાંદી દાગીના આશરે 300 ગ્રામની ચોરી
- આજથી એક વર્ષ પહેલા રવિ રાઠોડ તથા ધવલ જજુવાડીયા બન્નેએ મળી જામનગર તાલુકના બેરાજા ગામે આવેલ મકાનમાંથી આશરે રોકડ રૂપીયા 30000/- ની ચોરી
- આજથી એક વર્ષ પહેલા રાજેશ જીંજુવાડીયા તથા રવિ રાઠોડ એ મળી રાજકોટ ચોટીલા હાઇવે રોડ ઉપર બાયપાસ ચોકડી વચ્ચે આવેલ મકાનમાથી ચાંદી દાગીના તથા રોકડ રૂ.30000/
- આજથી આશરે એકાદ વર્ષ પહેલા રાજેશ જીંજુવાડીયા તથા રવિ રાઠોડ બન્નેએ મળી મોરબી ના ટંકારા રોડ ઉપર એક પતરાના મકાનમાં ચાંદીના દાગીના તથા રોકડ રૂ.10000/- ની ચોરી
- આજથી એકાદ વર્ષ પહેલા રાજેશ જીંજુવાડીયા તથા રવિ રાઠોડ બન્નેએ મળી મોરબીના ટંકારા રોડ ઉપર એક બંધ મકાનમાંથી સોના તથા ચાંદીના દાગીના તથા રોકડ રૂ.40000/- ની ચોરી
- આજથી એકાદ વર્ષ પહેલા રાજેશ જીજુવાડીયા તથા રવિ રાઠોડ એ મોરબી થી માળીયા રોડ ઉપર અલગ અલગ બે મકાનમાં તાળા તોડી રોકડ રૂ.33000/-ની ચોરી
- આજથી આશરે એકાદ વર્ષ પહેલા રાજેશ જીંજુવાડીયા તથા રવિ રાઠોડ એ કાલાવડ થી જામકંડોરણા રોડ ઉપર મુરીલાના પાટીયા આજુબાજુ એક ઓરડીમાંથી તેનો દરવાજો ખોલી રોકડ રૂ.7000/- ની ચોરી
- આજથી એકાદ વર્ષ પહેલા રાજેશ જીંજુવાડીયા તથા રવિ રાઠોડ એ જુનાગઢ થી. ઉના જતા રોડ ઉપર આવેલ મકાનની ઓરડીમાંથી રોકડ આશરે રૂ.5000/- ની ચોરી
- આજથી એકાદ વર્ષ પહેલા રાજેશ જીજુવાડીયા તથા રવિ રાઠોડ એ દેવભૂમિ દ્વારકા ના ખંભાળીયા થી દ્વારકા તરફ જતા પાંચેક કિ.મી. તરફ ખુલ્લા મકાનમાંથી રોકડ રૂ.5000/- ની ચોરી
- આજથી એકાદ વર્ષ પહેલા રાજેશ જીજુવાડીયા તથા રવિ રાઠોડ એ બન્ને એ સાથે મળી ચંગા થી રીલાયન્સ જવાના રોડ ઉપર એક વાડીની ઓરડીમાથી રોકડ રૂપીયા આશરે 10,000/-ની ચોરી
- આજથી એકાદ વર્ષ પહેલા રાજેશ જીંજુવાડીયા તથા રવિ રાઠોડ એ બન્ને એ સાથે મળી મોખાણા ગામ જવાના રસતે ખીમલીયા ની સીમા એક વાડીની ઓરડીમાથી રોકડ રૂપીયા આશરે 7000/-ની ચોરી
- આજથી અગીયાર મહિના પહેલા રાજેશ જીંજુવાડીયા તથા રવિ રાઠોડ એ મળી જોડીયા તાલુકાના હડિયાણા ગામે આવેલ મકાનમાથી ચાંદીના દાગીના તથા રોકડ રૂ.2000/- ની ચોરી
- આજથી અગીયાર મહિના પહેલા રાજેશ જીજુવાડીયા તથા રવિ રાઠોડ એ જોડીયા તાલુકાના હડિયાણા ગામ ના મકાનમાંથી સોના તથા ચાંદી ના દાગીના તથા રોકડ રૂ.5000/-ની ચોરી
- આજથી અગીયાર મહિના પહેલા રવિ રાઠોડ તથા ધવલ જજુવાડીયાએ જામનગર તાલુકાના હર્ષદપુર ગામના મકાનમાથી રોકડ રૂપીયા 60,000/- ની ચોરી
- આજથી અગીયાર મહિના પહેલા રાજેશ જીંજુવાડીયા તથા રવિ રાઠોડ એ લાલપુર તાલુકાના વડપાંચસરા ગામના પેટ્રોલ પંપ પાસે મકાનમાંથી આશરે 150 ગ્રામ ચાંદીના દાગીના ની ચોરી
- આજથી નવ મહિના પહેલા રાજેશ જીંજુવાડીયા તથા રવિ રાઠોડ એ જામનગર તાલુકાના વિજરખી ગામે આવેલ મકાનમાથી રોકડ રૂ.10,000/- ની ચોરી
- આજથી છ મહિના પહેલા રવિ રાઠોડ તથા રાજેશભાઇ જીજુવાડીયા એ જામનગર તાલુકાના નાઘેડી ગામની વાડી વિસ્તાર કેનાલ કાઠે આવેલ બંધ મકાનમાથી ચાંદી ના દાગીના આશરે દોઢ કિલો ચાંદીની ચોરી
- આજથી આઠ મહિના પહેલા રાજેશ જીજુવાડીયા તથા રવિ રાઠોડ એ લાવડીયા ગામના ના પાટીયા પાસે ના મકાનમાંથી સોના ના દાગીના તથા રોકડ રૂ.2000/- ની ચોરી કરેલ
- આજથી એકાદ મહિના પહેલા રાજેશ જજુવાડીયા એ મોટી ખાવડી રીલાયન્સના ગેઇટના પાકીંગ પાસેથી એક હીરોહોન્ડા સ્પ્લેન્ડર મો.સા. ની ચોરી
- આજથી પંદર દિવસ પહેલા રાજેશ જીજુવાડીયા એ તેમના મીત્રો સાથે મળી ધ્રાફા ગામની વાડીમાં આવેલ મકાનના કબાટમાંથી રોકડ રૂ 15,000/- ની ચોરી કરેલ હતી.
- આજથી પંદર દિવસ પહેલા રાજેશ જીંજુવાડીયા એ જામનગર શહેરમાં સમર્પણ સર્કલ પાસે પાર્કીગમાં રાખેલ કાળા કલરના સ્પેલન્ડર મો.સાની ચોરી કરેલ હતી
પોલીસે બંને તસ્કરો પાસેથી રૂપિયા 70 હજારની કિમતના સોનાના 15 ગ્રામના દાગીના અને રૂપિયા 1.33 લાખની કિમતના ચાંદીના 2400 ગ્રામના દાગીના મળી કુલ રૂપિયા 2,03,000નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.