Monday, January 12, 2026
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં એકીબેકીનો જૂગાર રમતા બે શખ્સ ઝડપાયા

જામનગર શહેરમાં એકીબેકીનો જૂગાર રમતા બે શખ્સ ઝડપાયા

જામનગર શહેરમાં ગાંધીનગર વિસ્તારમાં જાહેરમાં ચલણી નોટો પર એકી બેકીના આંકડા લખી જૂગાર રમતા બે શખ્સોને પોલીસે રૂા.11250 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં ગાંધીનગર વિસ્તારમાં જાહેરમાં જૂગાર રમતા હોવાની બાતમીના આધારે સિટી બી ડીવીઝનના પો.કો. બલભદ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન ગાંધીનગરના મોમાઈનગર શેરી નં.3 માં રહેતા વિમલ તેજપાલ દામા અને ગાંધીનગરમાં સાંઈબાબા મંદિર પાછળના વિસ્તારમાં રહેતાં મયુર રાજુ મેર નામના બે શખ્સોને ચલણી નોટો પર એકી બેકીના આંકડા બોલી પૈસાની હારજીત કરી જૂગાર રમતા અને રમાડતા ઝડપી લઇ તેમની પાસે રહેલી રૂા.11250 ની રોકડ રકમ કબ્જે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular