જામનગર શહેરમાં બેડી ગેઇટ પાસેના વિસ્તારમાં ચલણી નોટો પર એકી બેકીના આંકડા બોલી પૈસાની હારજીત કરાતા સ્થળેથી પોલીસે રેઈડ દરમિયાન બે શખ્સોને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં બેડી ગેઈટ બનાસ હોટલ વાળી શેરીમાં જાહેરમાં ભારતીય ચલણી નોટો ઉપર એકી બેકીના આંકડા બોલી પૈસાની હારજીત કરાતી હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન જેન્તીલાલ લીલાધર મંગે અને કિશોર ચોયથરામ અડવાણી નામના બે શખ્સોને રૂા.22370 ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.