જામનગર શહેરમાં સાત રસ્તા બસ સ્ટેન્ડ પાસેથી પોલીસે બે શખ્સોને જાહેરમાં એકીબેકીનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.10660 ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં સાત રસ્તા બસ સ્ટેન્ડ પાસે પ્રદર્શનની ગ્રાઉન્ડની પાળીની બાજુમાં એકીબેકીનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન અલ્કેશ રામજી થડોડા તથા સાજીદ અહેમદ બ્લોચ નામના બે શખ્સોને ચલણી નોટોના નંબર પર એકીબેકીનો જૂગાર રમતા ઝડપી લીધા હતાં અને રૂા.10660 ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.