Sunday, December 28, 2025
Homeરાજ્યહાલારલાલપુરના પીપર ગામમાં પ્રૌઢ સહિત બે વ્યક્તિઓ ઉપર પાઈપ અને છરી વડે...

લાલપુરના પીપર ગામમાં પ્રૌઢ સહિત બે વ્યક્તિઓ ઉપર પાઈપ અને છરી વડે હુમલો

કંપનીના ગેઈટ પાસેનો રસ્તો ઉપયોગ કરવાની ના પાડતા મામલો બીચકયો : પિતા અને બે પુત્રો દ્વારા પ્રૌઢ હુમલો કરાતા વચ્ચે પડેલા વ્યક્તિને પણ લમધાર્યો : પતાવી દેવાની ધમકી : પોલીસ દ્વારા ત્રણ શખ્સોની શોધખોળ

લાલપુર તાલુકાના સસોઇ ડેમ નજીક આવેલી ગુલમરો કંપનીના ગેઈટ પાસેથી દાદાગીરી કરી પસાર થતા શખ્સોને પસાર થવાની કંપનીના કર્મચારીને ના પાડતા ત્રણ શખ્સોએ ઉશ્કેરાઇને પ્રૌઢ ઉપર લાકડાના ધોકા અને છરી વડે હુમલો કરી ધમકી આપી હતી. તેમજ બચાવવા પડેલા વ્યક્તિને પણ માર મારી ઈજા પહોંચાડયાના બનાવમાં પોલીસે હુમલો અને ધમકીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

હુમલા અંગેની વિગત મુજબ, લાલપુર તાલુકાના પીપર ગામમાં રહેતાં અને સસોઇ ડેમ પાસે આવેલી ગુલમરો કંપનીમાં ફરજ બજાવતા દાઉદભાઈ સમા નામના પ્રૌઢ તેની કંપનીના ગેઈટ પાસે હરીમ ગોરાણીયાની ખેતીની જમીન કંપનીના ગેઈટની બાજુમાં જ આવેલી હોવાથી હરીમ ગોગન ગોરાણીયા, સુરેશ હરીમ ગોરાણીયા અને ખીમા હરીમ ગોરાણીયા નામના શખ્સો તેમની ખેતીવાડી માટે અલગ રસ્તો હોવા છતાં અવાર-નવાર કંપનીના ગેઈટ પાસેથી દાદાગીરીથી પસાર થતા હોય જેથી પ્રૌઢે પિતા અને પુત્રોને આ રસ્તાનો ઉપયોગ કરવાની ના પાડી હોવા છતાં અવાર-નવાર આ જ રસ્તાનો ઉપયોગ કરતાં હતાં દરમિયાન વધુ એક વખત પિતા અને બે પુત્રો એ કંપનીના ગેઈટ પાસેના રસ્તાનો ઉપયોગ કરતા પ્રૌઢે ના પાડી હતી. જેથી ઉશ્કેરાયેલ હરીમ ગોરાણિયા, સુરેશ ગોરાણીયા અને ખીમા ગોરાણીયા નામના ત્રણ શખ્સોએ એકસંપ કરી લોખંડના પાઈપ વડે દાઉદભાઈ સમા ઉપર હુમલો કર્યો હતો.

તેમજ લાકડાના ધોકા વડે અને ઢીકાપાટુનો માર મારતા અશોકભાઈ વાઘેલા છોડાવવા વચ્ચે પડયા હતાં જેથી ખીમા ગોરાણીયાએ અશોકભાઈ ઉપર છરી વડે હુમલો કરી આંખના ઉપરના ભાગમાં ઈજા પહોંચાડી પતાવી દેવાની ધમકી આપી અપશબ્દો કહ્યા હતાં. ત્રણ શખ્સો દ્વારા કરાયેલા હુમલામાં પ્રૌઢ સહિત બે વ્યક્તિઓને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ બનાવની જાણ થતા એએસઆઈ કે.કે. ચાવડા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ દાઉદભાઈના નિવેદનના આધારે ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular