ખિજડીયા બાયપાસ પાસે હોટલમાં થયેલ મોબાઇલ ચોરીના કેસમાં એક શખ્સ ચોરાઉ મોબાઇલ સાથે ઝડપાયો હતો. જામનગર શહેરમાં થયેલ મોબાઇલ ચોરીમાં એક મહિલાને ચોરાઉ મોબાઇલ સાથે એલસીબીએ ઝડપી લીધી હતી.
આ અંગેની વિગત મુજબ ખિજડીયા બાયપાસ પાસે આવેલ ખોડિયાર હોટલમાંથી એકાદ માસ પૂર્વે થયેલ મોબાઇલ ચોરીના કેસમાં સંડોવાયેલા તસ્કરને બાતમીના આધારે એલસીબી પોલીસે સદામ ઉર્ફે સદામડી અનવર સાયચા નામના શખ્સને રૂા. 10 હજારની કિંમતના ચોરાઉ મોબાઇલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગર શહેરમાં થયેલ મોબાઇલ ચોરીની ઘટનામાં જામનગર એલસીબીએ પદમાબેન રણછોડ વઢીયાળ નામની મહિલાને દિગ્જામ સર્કલ નજીકથી રૂા. 20 હજારની કિંમતના ચોરાઉ મોબાઇલ ફોન સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગરમાં મોબાઇલ ચોરીના કેસમાં એક મહિલા સહિત બે શખ્સો ઝડપાયા
ખિજડીયા બાયપાસ પાસે હોટલમાંથી મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલાયો