રાજસ્થાનના જોધપુર શહેરમાં થયેલી રૂા.5 કરોડ 20 લાખની છેતરપિંડીના બનાવના બે ચીટરોને જામનગરના હાપામાંથી પેરોલ ફર્લો સ્કવોર્ડે દબોચી લઇ રાજસ્થાન પોલીસને સોંપવા કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ, રાજસ્થાન રાજ્યના જોધપુર શહેરમાં વર્ષ 2023 માં સાયબર ક્રાઈમમાં નોંધાયેલી પૂર્વ આયોજિત કાવતરુ રચી એપ્લીકેશન દ્વારા રૂા.5 કરોડ 20 લાખની છેતરપિંડીમાં જામનગરના બે શખ્સોની સંડોવણી ખુલી હતી. આ બંને શખ્સો અંગે પેરોલ ફર્લો સ્કવોર્ડના સલીમભાઈ નોયડા, ભરતભાઈ ડાંગર, કાસમ બ્લોચને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ જે.વી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એલ.જે.મિયાત્રા, એએસઆઈ ગોવિંદભાઈ ભરવાડ, લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, હે કો સલીમભાઈ નોયડા, ગજેન્દ્રસિંહ જાડેજા, ભગીરથસિંહ સરવૈયા, કાસમ બ્લોચ, ભરત ડાંગર, રણજીતસિંહ પરમાર, ઘનશ્યામ ડેરવાળિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા પો.કો. મહિપાલભાઇ સાદિયા, ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ, હેકો અરવિંદગીરી ગોસાઈ, નિર્મળસિંહ જાડેજા, પો.કો. બળવંતસિંહ પરમાર સહિતના સ્ટાફે જામનગર તાલુકાના હાપા ગામમાં આવેલા રોયલ ઇનફીલ્ડ શોરૂમ પાછળ આવેલ શેરીમાંથી હીરેન સવજી સોનગરા (રહે. ગુલાબનગર-જામનગર), સુરુભા કારુભા જાડેજા (રહે. હાપા-જામનગર) નામના બંને શખ્સોને દબોચી લીધા હતાં.
પોલીસે આ બંને શખ્સો થોડા સમયથી નાસતા ફરતા હોય જેથી ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા આ બંને વિરૂધ્ધ જામનગર શહેરના સીટી બી ડીવીઝન વિસ્તારમાં બે ગુનાઓ તથા ગીર સોમનાથના ઉનામાં એક ગુનો અને સુરતના સાયબર ક્રાઈમમાં એક તથા અમદાવાદના સાયબર ક્રાઈમમાં એક ગુનો નોંધાયેલો છે. પોલીસે આ બંને છેતરપિંડી આચરનારા શખ્સોને ઝડપી લઇ રાજસ્થાનના જોધપુરની સાયબર ક્રાઈમને સોંપી આપ્યા હતાં.