Wednesday, December 25, 2024
Homeરાજ્યહાલારકાલાવડ નજીક બેકાબુ કાર પલ્ટી જતાં બે વ્યક્તિના ઘટનાસ્થળે મોત

કાલાવડ નજીક બેકાબુ કાર પલ્ટી જતાં બે વ્યક્તિના ઘટનાસ્થળે મોત

કાર પલ્ટી જતાં ગંભીર ઘવાયેલા યુવાનોની સારવાર કારગત ન નિવડી : ઈજાગ્રસ્તના ખીસ્સામાંથી મળેલી રોકડ 108 ની ટીમે પરિવારને પરત આપી : પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ

- Advertisement -

કાલાવડ તાલુકાના નાના બાદનપર ગામમાં રહેતાં યુવાન કારમાં જામનગર ધોરીમાર્ગ પરથી પસાર થતા હતાં ત્યારે ચાલકે પૂરઝડપે બેફીકરાઈથી ચલાવી કાર પરનો કાબુ ગુમાવી દેતા ચાલક યુવાનનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક શ્રમિકનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજતાં અકસ્માતના બનાવમાં બે વ્યક્તિના મોત નિપજ્યાં હતાં.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના નાના બાદનપર ગામના સીમ વિસ્તારમાં રહેતાં અને ખેતમજૂરી કરતા અભયભાઈ લક્ષ્મણભાઈ સાંગાણી નામના યુવાન શુક્રવારે બપોરના સમયે કાલાવડ-જામનગર માર્ગ પર તેની જીજે-11-એએસ-3680 નંબરની કારમાં જતાં હતાં ત્યારે ચાલકે કાલાવડ નજીક કારખાનાની ગોલાઈ પાસે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર પલ્ટી ખાઈ જતાં અકસ્માત થયો હતો. કાર પલ્ટી જતાં કારનો બુકડો બોલી ગયો હતો અને આ અકસ્માતમાં ગોવિંદભાઈ મચ્છાર નામના યુવાન તથા અભયભાઈ સાંગાણીને શરીરે તથા માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન ગોવિંદભાઈ મચ્છાર અને અભય સાંગાણી નામના બે યુવાનોના સારવાર કારગત નિવડે તે પહેલાં જ મોત નિપજ્યાં હતાં.
બનાવ અંગેની જાણ થતા ઈન્ચાર્જ પીઆઈ એચ.બી. વડાવીયા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ પહેલાં અકસ્માતના બનાવની જાણ કરાતા 108 એમ્બ્યુલન્સની ટીમ સ્થળ પર પહોંચી જઈ હતી અને પાયલોટ ગીરીરાજસિંહ તથા શકિતસિંહને ગંભીર ઘવાયેલા વ્યકિત પાસેથી રૂા.55 હજારની રોકડ મળી હતી. જે તેમણે પરત આપી માનવતાનું ઉદાહરણ પૂરુ પાડયું હતું. પોલીસે બન્ને મૃતદેહનો પીએમ માટે મોકલી મૃતક ગોવિંદભાઈના પત્ની કૈલાશબેનના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular