કાલાવડ તાલુકાના ખંઢેરા ગામથી જામનગર તરફ આવતી અટીંગા કારના ચાલકે આગળ જતાં સાઇડ કાપવા જતાં સામેથી આવતી કાર સાથે ધડાકાભેર અથડાતા અકસ્માતમાં બે વ્યકિતને ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયાં હતા તેમજ અન્ય 3થી 4 જેટલા વ્યકિતઓને નાની-મોટી ઇજાઓ થઇ હતી.
ગમખ્વાર અકસ્માતના બનાવની વિગત મુજબ કાલાવડ તાલુકાના ખંઢેરા ગામથી જમાનગર તરફ આવી રહેલી જી.જે.09-બીએ 4884 નંબરની અર્ટીગા કારના ચાલકે તેની કાર પુરપાટ ચલાવી અને આગળ જતાં વાહનોની સાઇડ કાપવા માટે ઓવરટેક કરતાં ખંઢેરા નજીક સામેથી આવી રહેલી જી.જે.03-સીઆર 3714 નંબરની અલ્ટો કાર સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં અલ્ટો કારમાં બેસેલા ભાવનગરના મહુવા તાલુકના લીલવાળ ગામના આર્યદિપસિંહ જયદેવસિંહ વાળા (ઉ.વર્ષ 19) અને કાલાવડ તાલુકાાન ખંઢેરા ગામાન લકકીરાજસિંહ દિલીપસિંહ જાડેજા (ઉ.વર્ષ 17)ને શરીર તથા માથામાં ગંભીર ઇજા પહોંચતા બન્ને યુવાનોના ઘટના સ્થળે મોત નિપજયા હતા. તેમજ અર્જુનસિંહ જાડેજા, આદિત્યરાજસિંહ ક્રિપાલસિંહ ગોહિલ, યજ્ઞદિપસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલના 3 વ્યકિતને નાની મોટી ઇજાઓ પહોંચી હતી.
અકસ્માત બાદ અર્ટીંગા કાર ચાલક પલાયન થઇ ગયો હતો. બનાવની જાણ થતાં પીએસઆઇ વીએ પરમાર તથા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને સ્થળ પરથી ઘવાયેલા 3 વ્યકિતઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવા તજવીજ હાથ ધરી હતી અને ઘવાયેલા અર્જૂનસિંહના નિવેદનના આધારે અટીંગા કારના ચાલક વિરૂધ્ધ ગુન્હો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.