જામનગર શહેરમાં નદીપા રોડ પર આવેલી બેકરી પાસે જાહેરમાં પાકિસ્તાનમાં રમાતી કલાચી ઈલેવન અને પેસાવર લાઈન વચ્ચેની સુપર લીગ 20-20ના પ્રસારણ ઉપર રનફેરનો જૂગાર રમાડતા બે શખ્સોને પોલીસે રૂા.21400 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં નદીપા રોડ પરના વિસ્તારમાં જાહેરમાં ક્રિકેટનો જૂગાર રમાડાતો હોવાની હેકો રવિરાજસિંહ જાડેજા, પો.કો. વિક્રમસિંહ જાડેજા અને વિરેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી વરૂણ વસાવાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એમ.બી. ગજ્જર તથા સ્ટાફે રેઈડ દરમિયાન રમેશ મગનલાલ મકવાણા, જસ્મીન હેમતલાલ સીમરીયા નામના બે શખ્સોને રૂા.11400 ની રોકડ અને રૂા.10000 ની કિંમતના બે મોબાઇલ મળી કુલ રૂા.21400 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.