જામનગર તાલુકાના સિક્કા ગામમાં રહેતાં યુવાન અને તેના માતા-પિતા સહિતના પરિવાર ઉપર બે શખ્સોએ હુમલો કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના સિક્કા ગામમાં ગોકુલપુરી વિસ્તારમાં રહેતા અનિરુધ્ધસિંહ નવલસિંહ પિંગળ નામના યુવાન ઉપર કરશન વાઘેલા અને રણમલ ઉર્ફે બચુ વાઘેલા નામના બે શખ્સોએ સોમવારે સાંજના સમયે ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. પુત્ર ઉપર હુમલો થતાં પિતા નવલસિંહને તેમના પત્નિ તથા પુત્રી બહાર દોડી આવ્યા હતાં અને બંને હુમલાખોરોએ યુવાનના પિતા-માતા અને બહેન ઉપર લોખંડના પાઇપ તથા મુંઢમાર મારી ગાળો કાઢી હુમલાની પોલીસ ફરિયાદ કરશો તો પતાવી દેવાની ધમકી આપી હતી. ત્યારબાદ ઘવાયેલા યુવાન સહિતના પરિવારજનોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં બનાવની જાણ થતાં હેકો એસ.ડી. જાડેજા તથા સ્ટાફે બે શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.