આ અંગેની વિગત મુજબ, દ્વારકામાં નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા પ્રવીણ ઉર્ફે પવલો કારૂભાઈ સુમણીયા નામનો શખ્સ ઉપરાંત પ્રકાશ ઉર્ફે પરેશ સુમરાભા કેરને પોલીસે રૂા.47,600 ની કિંમતની 119 બોટલ વિદેશી દારૂ તથા રૂપિયા ત્રણ લાખની કિંમતની સ્વીફ્ટ કાર અને રૂપિયા બે લાખની કિંમતની ઇક્કો મોટરકાર ઉપરાંત રૂ. 45,000 ની કિંમતના બે નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 5,92,600 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
આ પ્રકરણમાં ચોક્કસ મોબાઈલ નંબર ધરાવતા જામનગર રહેતા રવિ ગોરી ઉર્ફે જાબલી નામના શખ્સ પાસેથી આરોપીએ વિદેશી દારૂ મંગાવ્યો હોવાનું તેમજ અન્ય આરોપી ડાડુભા જસરાજભા વાઘા (રહે. ધ્રાસણવેલ, તા. દ્વારકા) તેઓને દારૂની ડીલેવરી આપી ગયો હોવાનું ખુલવા પામ્યું છે. જેથી પોલીસે રવિ ગોરી તેમજ ડાડુભા જશરાજભાને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. દ્વારકા પોલીસે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ એલસીબી પોલીસ ચલાવી રહી છે.