દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાણ અને મેવાસા ગામની સીમમાંથી પોલીસે રેઈડ દરમિયાન એક તરૂણ સહિત બે શખ્સોને દારૂના જથ્થા સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, કલ્યાણપુર તાલુકાના રાણ તથા મેવાસા ગામની સીમમાંથી સ્થાનિક પોલીસે વિદેશી દારૂ અંગે દરોડો પાડી, મેવાસા ગામના અરજણ જેઠાભાઇ ગાધેર તથા રાણ ગામનો પોણા સતર વર્ષનો એક વિદ્યાર્થી કિશોર મળી કુલ બે શખ્સોને રૂા. 25,600ની કિંમતની 64 બોટલ વિદેશી દારૂ, રૂા.10,500 ની કિંમતના બે મોબાઈલ ફોન તથા 35 હજારની કિંમતના જીજે-37-એ-8456 નંબરના મોટરસાયકલ મળી, કુલ રૂા. 71,100 ના મુદ્દામાલ સાથે ઉપરોક્ત બંને શખ્સોની અટકાયત કરી હતી.
આ પ્રકરણમાં રાણ ગામના ડેરાજ રામા શાખરા નામનો શખ્સ દરોડાના સ્થળે હાજર મળી ન આવતા કલ્યાણપુર પોલીસે ઉપરોકત ત્રણેય શખ્સો સામે પ્રોહી. એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.