જોડિયા ગામની મુખ્ય બજારમાં જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતા બે શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.9380 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. લાલપુરમાંથી વર્લીમટકાના આંકડા લખતા શખ્સને રૂા.410 ની રોકડ રકમ સાથે ઝડપી લીધો હતો.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જોડિયાની મુખ્ય બજારમાં જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતા હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન નવલસિંહ બચુભા ઝાલા, સમીર અબ્બાસ ગઢ નામના બે શખ્સોને પોલીસે રૂા.4380 ની રોકડ રકમ અને રૂા.5000 ની કિંમતના ત્રણ મોબાઈલ સહિત રૂા.9380 નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજો દરોડો, લાલપુરના જાહેર માર્ગ પર વર્લીમટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતા કાન ઉર્ફે કાનો અશોક પાંડવ નામના શખ્સને રૂા.410 ની રોકડ રકમ અને વર્લીના આંકડા લખેલી સ્લીપ સાથે ઝડપી લઇ આગળની તપાસ આરંભી હતી.