જામનગર જિલ્લાના ધ્રોલ નજીક હાઇવે પર કાર-બાઇક વચ્ચે અકસ્માતમાં દંપતિ ખંડિત થયુ છે જેમાં સુરેન્દ્રનગરથી લૌકિક ક્રિયાથી કારમાં પરત આવતા વૃધ્ધાનું માથામાં ગંભીર ઇજા થતા મૃત્યુ નિપજયુ હતુ જયારે ઘવાયેલા બાઇક ચાલકનું પણ સારવાર દરમિયાન આ ગમખ્વાર અકસ્માતમાં બે વ્યકિતઓના મોત નિપજ્યા હતાં. પોલીસે બનાવ સ્થળે પહોંચી જઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ગમખ્વાર અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર જિલ્લાના ધ્રોલમાં રાજકોટ-ધોરીમાર્ગ પર વ્હોરા બોર્ડીંગ સામેના માર્ગ પરથી સોમવાર સાંજના સમયે સુરેન્દ્રનગરથી લૌકિક ક્રિયાથી પરત ઘરે જામનગર આવી રહેલા પરિવારની જીજે-10-બીજી-9868 નંબરની કારના ચાલકે તેની કાર પૂરઝડપે બેફીકરાઈથી ચલાવતા સામેથી આવતા જીજે-03-જેબી-6886 નંબરના મોપેડચાલકને ઠોકરે ચડાવતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કારમાં બેસેલા ગીતાબા પ્રવિણસિંહ મકવાણા (ઉ.વ.63) નામના વૃધ્ધાને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે મોપેડસવાર અબ્દુલભાઇ હિંગોરજા(ઉ.વ.55) ને શરીરે તથા માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. આ અકસ્માતમાં પ્રથમ સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં ત્યારબાદ વધુ સારવાર માટે જામનગર ખસેડાતા તેનુ મૃત્યુ નિપજયુ હતુ. જ્યારે ગીતાબા પ્રવિણસિંહનું માથા ડેસ્કબોર્ડ સાથે અથડાતા હેમરેજ થતા બેશુધ્ધ અવસ્થામાં હોસ્પિટલ ખસેડાતા તબીબે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
આ બનાવ અંગેની મૃતક પ્રૌઢના પુત્ર જાહિદભાઈ દ્વારા જાણ કરાતા પીએઅસાઈ એમ.આર. વાળા તથા સ્ટાફે ઘટનાસ્થળે અને ત્યારબાદ હોસ્પિટલ પહોંચ્યો હતો અને બન્ને મૃતદેહોનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.