Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં લૂંટેરી દુલ્હનના નામે છેતરપિંડીમાં મહિલા સહિત બે શખ્સોની ધરપકડ

જામનગરમાં લૂંટેરી દુલ્હનના નામે છેતરપિંડીમાં મહિલા સહિત બે શખ્સોની ધરપકડ

જામનગરના બેડી વિસ્તારમાં રહેતાં રિક્ષાચાલક યુવાન સાથે વચેટિયા શખ્સે મહારાષ્ટ્રના આકોટા ગામની યુવતી સાથે લગ્ન કરાવ્યા હતા. આ લગ્ન માટે યુવાને રૂપિયા 1 લાખ 80 હજાર આપ્યા હતા. પરંતુ લગ્નના બીજા જ દિવસે દુલ્હન ફરાર થઇ જતાં યુવાને, યુવતિ સહિત ત્રણ શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી પોલીસે વચેટિયા અને મહિલાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

લૂંટેરી દુલ્હનના વધુ એક કિસ્સા મુજબ જામનગર શહેરના બેડી વિસ્તારમાં રહેતા ખીમજીભાઇ બુધાભાઇ મકવાણા (ઉ.વ.39) નામના રિક્ષા ચલાવતા યુવાનને લગ્ન કરવા માટે જામનગરના લાલખાણમાં રહેતા યુનુસ ગની મન્સુરી તથા કાલાવડના પંજેતનનગરમાં રહેતી મુમતાઝબેન અઝિઝભાઇ ગોધવિયા નામના બે શખ્સોએ એકસંપ કરી ખીમજીભાઇને વિશ્ર્વાસમાં લીધો હતો અને મહારાષ્ટ્રના આકોટામાં રહેતી રોહિણી મોહન હિંગલે નામની યુવતી સાથે લગ્ન કરાવવા માટે રિક્ષાચાલક પાસેથી રૂપિયા 1.80 લાખ લીધા હતા. તેમાંથી 15 હજાર યુનુસ અને 15 હજાર મુમતાઝબેને તથા બાકીના રૂપિયા 1.50 લાખ રોહિણી હિંગલેને આપી દીધા હતા. ત્યારબાદ યુવાનના લગ્ન રોહિણી સાથે થયા હતા અને લગ્નના બીજા જ દિવસે તા. 19ના રોજ સાંજના સમયે લીંડીબજાર વિસ્તારમાં ખીમજીભાઇ અને નવોઢા રોહિણી મંગલસૂત્રની ખરીદી કરવા ગયા હતા. તે દરમ્યાન યુવાનની નજર ચૂકવી નવોઢા રોહિણી 50 હજાર રૂપિયા લઇને પલાયન થઇ ગઇ હતી.

ત્યારબાદ ખીમજીભાઇએ પોલીસમાં જાણ કરતા પીએસઆઇ ડી. જી. રામાનુજ તથા સ્ટાફે લૂંટેરી દુલ્હન રોહિણી મોહન હિંગલે અને જામનગરના યુનુસ ગની મન્સુરી તથા કાલાવડના મુમતાઝબેન અઝીઝ ગોધવિયા નામના ત્રણ શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી પોલીસે યુનુસ અન્સારી અને મુમતાઝ ગોધવિયા નામની મહિલા સહિત બે શખ્સોની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular