Thursday, December 11, 2025
Homeરાજ્યહાલારદ્વારકામાંથી રૂા.1.15 કરોડની વ્હેલ માછલીની ઉલટી સાથે બે શખ્સો ઝડપાયા

દ્વારકામાંથી રૂા.1.15 કરોડની વ્હેલ માછલીની ઉલટી સાથે બે શખ્સો ઝડપાયા

એલસીબી પોલીસે એમ્બરગ્રીસ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ખૂબ જ કિંમતી અને પ્રતિબંધિત એવી વ્હેલ માછલી ઉલ્ટી (એમ્બરગ્રીસ) સાથે દ્વારકામાં ભાવનગરના બે શખ્સો ઝડપાઈ ગયા છે. એલસીબી પોલીસની કાર્યવાહીમાં 1.15 કિલો વજનની વ્હેલ માછલીની ઉલટી પોલીસે કબજે લઈ, જરૂરી કાર્યવાહી કરી હતી.

- Advertisement -

વિગત મુજબ જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ સંવેદનશીલ લેવા દ્વારકાના દરિયા કાંઠા વિસ્તારમાં એલસીબી પોલીસ પી.આઈ. બી.જે. સરવૈયાના વડપણ હેઠળ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી તેમજ તેમની ટીમ દ્વારા બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. એલસીબીના એ.એસ.આઈ. બલભદ્રસિંહ ગોહિલ, જગદીશભાઈ કરમુર, પ્રદિપસિંહ જાડેજા અને પીઠાભાઈ ગોજીયાને મળેલી બાતમીના આધારે દ્વારકા વિસ્તારના રેલવે સ્ટેશન રોડ નજીક સયાજી સર્કલ પાસે રહેલા નીરવ બાલાભાઈ ભટ્ટ (રહે. નિર્મલનગર, ભાવનગર) અને સુનિલ ચંદ્રકાંતભાઈ સંભવાણી (રહે.શાસ્ત્રીનગર, ભાવનગર) નામના બે શંકાસ્પદ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા.

જેમાં પૂછપરછ દરમિયાન ઉપરોક્ત બંને શખ્સો દ્વારા ભાવનગર ખાતેથી અત્રે વેચાણ અર્થે લાવવામાં આવેલી 1.15 કિલોગ્રામ વજનની વ્હેલ માછલીની ઉલટી (એમ્બર ગ્રીસ) કબજે કરવામાં આવી હતી. ખૂબ જ મૂલ્યવાન એવી એમ્બર ગ્રીસ નો કબજો લઈ અને દ્વારકા રેન્જ ફોરેસ્ટ કચેરીના અધિકારીઓની ઉપસ્થિતિમાં આ અંગે જરૂરી પરીક્ષણ તેમજ તપાસ કરવામાં આવી હતી.

- Advertisement -

વ્હેલ માછલીની ઉલટીની ખૂબ જ કિંમત હોય છે અને તે સામાન્ય રીતે પ્રતિબંધિત હોય, બંને શખ્સો વિરુદ્ધ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરી, તેનો કબજો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ – દ્વારકાને સોંપવામાં આવ્યો હતો.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી. પી.આઈ. બી.જે. સરવૈયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. ભાર્ગવ દેવમુરારી, વી.એન. સીંગરખીયા, એસ.એસ. ચૌહાણ, બલભદ્રસિંહ ગોહિલ, જગદીશભાઈ, દિનેશભાઈ, પ્રદીપસિંહ, પીઠાભાઈ, હસમુખભાઈ, વિશ્વદીપસિંહ તેમજ ફોરેસ્ટ કચેરીના સુનિલભાઈ કણજારીયા, વનપાલ (રાઉન્ડ ફોરેસ્ટર) દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular