Tuesday, December 23, 2025
Homeરાજ્યજામનગરમોટરસાઇકલ ચોરીના કેસમાં બે શખ્સો ઝડપાયા

મોટરસાઇકલ ચોરીના કેસમાં બે શખ્સો ઝડપાયા

રૂા.1,40,000ની કિંમતના 4 વાહન કબ્જે કરતી પોલીસ

જામનગર શહેરમાં થયેલ મોટરસાઇકલ ચોરીના કેસમાં એલસીબી પોલીસે બે શખ્સોને ઝડપી લઇ કુલ રૂા.1,40,000ની કિંમતના 4 મોટરસાઇકલ સહિતનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં ખોડિયાર કોલોની અંધાશ્રમ આવાસ પાસેના બ્રિજ પાસે, ચોરાઉ મોટરસાઇકલ સાથે શખ્સ હોવાની એલસીબીના દિલીપભાઇ તલાવડીયા, કાસમભાઇ બ્લોચ, હિતેન્દ્રસિંહ જાડેજા તથા રૂષીરાજસિંહ વાળાને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા ડો. રવિમોહન સૈનીની સુચના અને એલસીબીના પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ સી. એમ. કાંટેલિયા, પી.એન. મોરી તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઇડ દરમિયાન અલબાઝ ઉર્ફે અરબાઝ ફારૂક કટારીયા તથા અનવર ઉર્ફે અનુ ઉર્ફે ચકેડી ઇસ્માઇલ સીપાઇ નામના બે શખ્સોને રૂા.1,40,000/-ની કિંમતના ચાર વાહનો સાથે ઝડપી લીધા હતાં. બન્ને શખ્સો વિરૂઘ્ધ પોલીસ સ્ટેશનમાં ચાર-ચાર ગુન્હાઓ નોંધાયેલા છે.

આરોપી અલબાઝ ઉર્ફે અરબાઝ ફારૂક કટારીયા જામનગર શહેરમાં મોડી રાત્રીના રખડતો ભટકતો હોય કોઇ રહેણાંક મકાન કે દુકાન બહાર મોટરસાઇકલ પડી હોય તે ચોરી કરી મોટરસાઇકલ દોરીને તેના રહેણાંક મકાન કે સહઆરોપીના રહેણાંક ડેલે લઇ જઇ મોટરસાઇકલ રાખી દેતો અને ત્યારબાદ મોટરસાઇકલને ડાયરેકટ કરી ડુપ્લીકેટ ચાવીના ઉપયોગ વડે મોટરસાઇકલ ચલાવતો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular