Monday, January 12, 2026
Homeરાજ્યરાજકોટ અને જૂનાગઢ વચ્ચે આવતીકાલે બે જોડી ‘પરીક્ષા સ્પેશિયલ’ ટ્રેન દોડશે

રાજકોટ અને જૂનાગઢ વચ્ચે આવતીકાલે બે જોડી ‘પરીક્ષા સ્પેશિયલ’ ટ્રેન દોડશે

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ-ગુજરાત સરકાર દ્વારા તા. 9 એપ્રિલ, રવિવાર ના રોજ ‘જુનિયર ક્લાર્ક’ની પરીક્ષા વિવિધ સ્થળોએ યોજશે. આ પરીક્ષાના અવસર પર, પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ અને જૂનાગઢ વચ્ચે તા. 9મી એપ્રિલ, 2023ના રોજ એક દિવસ માટે બે જોડી ‘પરીક્ષા સ્પેશિયલ ટ્રેન’ ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર રાજકોટ-જૂનાગઢ પરિક્ષા સ્પેશિયલ ટ્રેન રાજકોટ સ્ટેશનથી 7 કલાકે ઉપડશે અને 8.50 કલાકે જૂનાગઢ પહોંચશે. તેવી જ રીતે, રિટર્નમાં જૂનાગઢ-રાજકોટ પરીક્ષા સ્પેશિયલ ટ્રેન જૂનાગઢ સ્ટેશનથી 15.00 કલાકે ઉપડી રાજકોટ 17.00 કલાકે પહોંચશે. આ ટ્રેન ભક્તિનગર, ગોંડલ, વીરપુર, નવાગઢ અને જેતલસર સ્ટેશનો પર રોકાશે.જૂનાગઢ-રાજકોટ પરીક્ષા સ્પેશિયલ ટ્રેન જૂનાગઢ સ્ટેશનથી 7.30 કલાકે ઉપડશે અને 10 કલાકે રાજકોટ પહોંચશે. તેવી જ રીતે, રિટર્નમાં રાજકોટ-જૂનાગઢ સ્પેશિયલ ટ્રેન રાજકોટ સ્ટેશનથી 14.55 કલાકે ઉપડશે અને જૂનાગઢ 17.15 કલાકે પહોંચશે. આ ટ્રેન ભક્તિનગર, ગોંડલ, વીરપુર, નવાગઢ અને જેતલસર સ્ટેશનો પર રોકાશે. તેમ સિનિયર ડિવિઝન મેનેજર સુનિલકુમારની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular