Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરભત્રીજાના પ્રેમ પ્રકરણમાં કાકાની હત્યા નિપજાવનાર બે શખ્સ ઝડપાયા

ભત્રીજાના પ્રેમ પ્રકરણમાં કાકાની હત્યા નિપજાવનાર બે શખ્સ ઝડપાયા

સોમવારે હર્ષદપુર ગામમાં કાકા-ભત્રીજા ઉપર જીવલેણ હુમલો : કાકાનું મોત : 10 શખ્સો દ્વારા તિક્ષ્ણ હથીયાર અને ધોકા વડે હુમલો : એલસીબીએ બે હત્યારાઓને દબોચ્યા

- Advertisement -

જામનગર તાલુકાના હર્ષદપુર ગામમાં યુવક ઉપર હુમલો કરતાં સમયે બચાવવા આવેલાં પ્રૌઢ કાકા ઉપર આઠ થી દસ જેટલાં શખ્સોએ તિક્ષ્ણ હથિયાર અને ધોકા વડે જીવલેણ હુમલો કરી હત્યા નિપજાવ્યાના બનાવમાં પોલીસે બે હત્યારાઓની ધરપકડ કરી અન્ય શખ્સોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

- Advertisement -

બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના કોંજા ગામમાં રહેતાં દશરતસિંહ નવલસિંહ ભટ્ટી નામના યુવકને નાઘુના ગામના પ્રકાશસિંહ કેશુરની પુત્રી સાથે પ્રેમ થઇ ગયો હતો અને બંન્ને લગ્ન કરવાની યુવતીના પિતાએ ના પાડી હોવા છતાં યુવક અને યુવતીએ પ્રેમસંબંધ ચાલુ રાખ્યો હતો. જેનો ખાર રાખી સોમવારે સાંજના સમયે દશરથસિંહ હર્ષદપુર પેટ્રોલપંપ પાસે હાજર હતો. ત્યારે યુવતીનો ભાઈ ધાર્મિક અને તેનો મિત્ર તથા કાકા મહેન્દ્રસિંહ ઉર્ફે ટીમો અને ધાર્મિકના દાદી એ યુવક પાસે આવીને બોલાચાલી કરી માર મારામારી કરતા ગભરાયેલા યુવકએ તેના કાકા શિવુભા ભટ્ટીને ફોન કરી હર્ષદપુર બોલાવ્યા હતાં. ત્યારે યુવતીના પિતા પ્રકાશસિંહ ભૂપતસિંહ કેશુર અને વિક્રમસિંહ કેશુર, મહેન્દ્રસિંહ ઉર્ફે ટીમો ભૂપતસિંહ કેશુર, સંજયસિંહ ભૂપતસિંહ કેશુર, ધાર્મિક પ્રકાશસિંહ કેશુર, મમલો ગોવિંદ કોળી, રવિ સોલંકી અને બે અજાણ્યા સહિતના 10 શખ્સો એકઠાં થઈ જતાં દશરથસિંહ ખેતરોમાંથી ભાગીને હર્ષદપુર ગામ તરફ જતો હતો ત્યારે રવિ સોલંકીએ લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ દશરથસિંહના કાકા શિવુભા ભટ્ટી આવી જતાં હર્ષદપુર ગામમાં જ 10 શખ્સોએ શિવુભા ભટ્ટી ઉપર હુમલો કર્યો હતો અને પ્રકાશસિંહ, મહેન્દ્રસિંહ, સંજયસિંહએ શિવુભા ભટ્ટીને પકડી રાખ્યા હતાં. જ્યારે વિક્રમ અને ધાર્મિકએ છરીના ઘા ઝીંકી ગંભીર ઈજા પહોંચાડી હતી અને ધોકા વડે માર મારતા શિવુભા જીવણસંગ ભટ્ટી (ઉ.વ.50) ને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જયાં શિવુભાનું મોત નિપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો.

હત્યાના બનાવમાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સુચનાથી એલસીબીના શિવભદ્રસિંહ જાડેજા, ફિરોઝ ખફી, સંજયસિંહ વાળાને મળેલી સંયુકત બાતમીના આધારે પીઆઇ એસ.એસ.નિનામાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.કે.ગોહિલ, આર.બી.ગોજીયા, બી.એમ. દેવમુરારી તથા ટીમે ગોકુલનગર વિસ્તારમાં આવેલાં શિવનગરમાં રહેતાં રાજેશ કેરના મકાનમાંથી એલસીબીએ મહેન્દ્રસિંહ ભુપતસિંહ કેશુર(રહે.નાઘુના) અને ધાર્મિકસિંહ ઉર્ફે સાલુ પ્રકાશસિંહ કેશુર(રહે.નાઘુના) નામના બે શખ્સોની ધરપકડ કરી હતી. અન્ય હત્યારાઓની શોધખોળ માટે ચક્રોગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular