ઓખાથી આશરે ત્રણ કિલોમીટર દૂર એક બોટમાં મૂળ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં રહેતા ધીરુભાઈ મગનભાઈ હળપતિ નામના 48 વર્ષના યુવાન બોટમાં રહેલી જાળ પર આરામ કરતા હોય, તે દરમિયાન તેમને હૃદયરોગનો જીવલેણ હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હોવાની જાણ હરિલાલભાઈ મોતીલાલભાઈ ટંડેલે ઓખા મરીન પોલીસને કરી છે.
અન્ય એક બનાવમાં મૂળ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના રહીશ નુરૂભાઈ આમદભાઈ જુણેજા નામના 54 વર્ષના માછીમારને મધદરિયે બોટમાં હાર્ટ એટેક આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હોવા અંગેની નોંધ સ્થાનિક પોલીસમાં કરાઈ છે.