જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં રહેતા પ્રફુલભાઈ પોપટભાઈ ગજેરા નામના 49 વર્ષના એડવોકેટ યુવાન ગત તારીખ 17 મીના રોજ ભાણવડ તાલુકાના રાણપર ગામે આવેલા ધિંગેશ્વર મહાદેવના મંદિર ખાતે આવ્યા હતા. ત્યારે કોઈ અજાણ્યા તસ્કરો તેમના રૂપિયા 12,500ની કિંમતનો વિવો કંપનીનો મોબાઇલ ફોન ચોરી કરીને લઈ ગયા હોવાનું સ્થાનિક પોલીસમાં જાહેર થયું છે.
આ ઉપરાંત કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામે રહેતા જાનાબેન અમિતભાઈ ગોજીયા નામના 26 વર્ષના મહિલા ભાટિયાની મેઈન બજારમાં આવેલી એક દુકાનમાં ગયા હતા, ત્યારે તેમનો રૂપિયા 15,000 ની કિંમતનો ઓપ્પો કંપનીનો ફોન કોઈ અજાણ્યો તસ્કર ચોરી કરીને લઈ ગયો હોવાનો ગુનો સ્થાનિક પોલીસમાં નોંધાયો છે.