Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં યુવાનના ખીસ્સામાંથી પડી જતા બે મોબાઇલ ફોનની ચોરી

જામનગર શહેરમાં યુવાનના ખીસ્સામાંથી પડી જતા બે મોબાઇલ ફોનની ચોરી

જામનગર શહેરમાં મયુર એવન્યુ સોસાયટીમાં રહેતો યુવાનના ઘર પાસે તેના ખીસ્સામાંથી બે મોબાઇલ પડી જતા કોઇ અજાણ્યો તસ્કર ચોરી કરી ગયાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં આહિર ક્ધયા છાત્રાલય પાસે આવેલી મયુર એવન્યૂ સોસાયટીમાં રહેતા ભરતભાઈ ભારવડિયા નામનો યુવાન સોમવારે મધ્યરાત્રિના સમયે તેના ઘર તરફ જતો હતો ત્યારે તેના ખીસ્સામાં રહેલા રૂા.53000 ની કિંમતના વીવો કંપનીના બે મોબાઇલ ફોન પડી જતાં કોઇ અજાણ્યો તસ્કર બંને મોબાઇલ ચોરી કરીને લઇ ગયો હતો. આ બનાવમાં ભરતભાઈ દ્વારા જાણ કરાતા હેકો એન.બી. સદાદીયા તથા સ્ટાફે અજાણ્યા તસ્કર વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular