Sunday, December 22, 2024
Homeરાજ્યઓખા તથા કલ્યાણપુરમાં બે આધેડના અપમૃત્યુ

ઓખા તથા કલ્યાણપુરમાં બે આધેડના અપમૃત્યુ

- Advertisement -

ઓખાથી આશરે 25 કિલોમીટર દૂર શામળાસર ગામ નજીક એક દરગાહની પાછળના ભાગે દરિયાકાંઠાના વિસ્તારમાં ગઇકાલે રવિવારે બપોરે એક અજાણ્યા આધેડનો મૃતદેહ પડયો હોવાનું સ્થાનિકોના ધ્યાને આવ્યું હતું. આશરે 50 વર્ષનો આ અજાણ્યો પુરુષ કોઈ અગમ્ય કારણોસર દરિયામાં પડી જતા ડૂબી જવાના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હોવાની જાણ કરસનભા ધનાભા માણેકએ ઓખા મરીન પોલીસને કરી છે. જે સંદર્ભે પોલીસે અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

જ્યારે કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામે રહેતા ભીમશીભાઈ સામતભાઈ ચાવડા નામના એકાવન વર્ષના આધેડને કોઈ બીમારી સબબ ગભરામણના કારણે મૃત્યુ નિપજ્યું હોવાની જાણ તેમના નાનાભાઈ મારખીભાઈ સામતભાઈ ચાવડાએ કલ્યાણપુર પોલીસને કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular