Wednesday, March 18, 2026
Homeરાજ્યહાલારખંભાળિયામાં મુસાફર સાથે છેતરપિંડી આચરનાર બે શખ્સો પોલીસના સકંજામાં

ખંભાળિયામાં મુસાફર સાથે છેતરપિંડી આચરનાર બે શખ્સો પોલીસના સકંજામાં

સોનાના ચેઇનના બદલામાં કિંમતી ચીજવસ્તુઓ પડાવી લેતા : એલસીબીએ રાજકોટના બે શખ્સોને પકડયા : મુદ્દામાલ કબ્જે કરાયો

ખંભાળિયા શહેરમાં ત્રણ દિવસ પૂર્વે એક પરપ્રાંતીય શ્રમિકને સોનાના ખોટા ચેન બાબતે વિશ્વાસમાં લઈ, અને અડધો
ભાગ આપવાના બહાને કિંમતી ચીજ વસ્તુઓ લઈને નાશી જનારા રાજકોટના બે શખ્સોને એલસીબી પોલીસે અહીંના
ચાર રસ્તા વિસ્તારમાંથી દબોચી લીધા હતા.

- Advertisement -

ખંભાળિયા પંથકમાં ચકચારી બની ગયેલા આ પ્રકરણની વિગત મુજબ દાહોદ જિલ્લાના મૂળ વતની અને હાલ કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામ ખાતે રહીને મજૂરી કામ કરતા એક યુવાન તેમના તરુણ પુત્ર સાથે ખંભાળિયામાં ખાનગી બસમાંથી ઉતરીને અન્ય સ્થળે જવા માટે નીકળ્યા હતા. ત્યારે પાછળથી એક ઓટો રિક્ષામાં આવેલા બે શખ્સોએ સુનિયોજિત રીતે કાવતરું રચીને સાથે જઈ રહેલા વૃદ્ધ મુસાફરના ગુમ થયેલો સોનાનો ચેન મળી આવ્યાનું કહી, સોનાના મળેલા આ ચેનમાં અડધો ભાગ આપવાના બદલામાં યુક્તિપૂર્વક વાતોમાં લઈને ઉપરોક્ત શ્રમિક યુવાનના હાથમાં પહેરેલું ચાંદીનું કડું, મોબાઈલ ફોન તેમજ રોકડ રકમ લઈને રીક્ષા ચાલક નાસી છૂટ્યો હતો.

આ સમગ્ર પ્રકરણમાં રીક્ષા ચાલક ઉપરાંત સાથે જઈ રહેલા વૃધ્ધ મુસાફર દ્વારા મિલીભગત આચરીને કરવામાં આવેલી છેતરપિંડી સંદર્ભે ખંભાળિયા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવના અનુસંધાને જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એલ.સી.બી. પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસ આરંભી, ટેકનિકલ અને હ્યુમન સોર્સિસની મદદથી એલ.સી.બી.ના એ.એસ.આઈ. મશરીભાઈ ભારવાડિયા, જેસલસિંહ જાડેજા, લાખાભાઈ પિંડારિયા અને અરજણભાઈ આંબલીયાને મળેલી બાતમીના આધારે અહીંના સલાયા ચાર રસ્તા પાસેથી રાજકોટના ગોંડલ રોડ પર રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગનું કામ કરતા સંજય શંકરભાઈ રાજાણી (ઉ.વ. 49) અને રાજકોટના રામનાથ પરા શેરી નં. 4 ખાતે રહેતા દેવજી ઠાકરશી નસીત (ઉ.વ. 72) નામના બે શખ્સોને દબોચી લીધા હતા.

- Advertisement -

પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂ. 35,000ની કિંમતનું ચાંદીનું કડું, રૂ. 11,000ની કિંમતના ચાર નંગ મોબાઈલ ફોન, રૂ. 900 રોકડા અને રૂપિયા એક લાખની કિંમતની ઓટો રીક્ષા મળી, કુલ રૂપિયા 1,46,960 નો મુદ્દામાલ કબજે કરી, વધુ તપાસ અર્થે આરોપીઓનો કબજો ખંભાળિયા પોલીસને સોંપવામાં આવ્યો છે. આરોપીઓ ઓટો રિક્ષામાં નીકળી અને વૃદ્ધ દ્વારા પાછલી સીટમાં બેસી, સોના જેવો લાગતો બગસરાનો ચેન એક ડબ્બીમાં મૂકી રાખે છે. ત્યાર બાદ કોઈ એકલા મુસાફરને પોતાની રિક્ષામાં બેસાડીને સાથી વૃદ્ધ “મારો ચેન ક્યાંક પડી ગયો છે” તેમ કહીને ઉતરી જાય છે. ત્યાર બાદ રિક્ષામાં સીટ પાછળ સંતાડેલી ખોટા (બગસરાના) ચેનની ડબ્બીને મેળવી સરખે ભાગે વહેંચી લેવાનું કહી, રિક્ષા ચાલક મુસાફરને વિશ્ર્વાસમાં લઈ આ પ્રકારે તેમની પાસે રહેલી કિંમતી ચીજ વસ્તુઓ મેળવી લઈને છેતરપિંડી આચરવામાં આવતી હોવાની મોડેસ ઓપરેન્ડીથી કામ કરતા હતા. ઝડપાયેલા સંજય શંકરભાઈ રાજાણી વિરુદ્ધ રાજકોટના જુદા જુદા પોલીસ મથકમાં નવ ગુના તેમજ દેવશી ઠાકરસી સામે પણ રાજકોટમાં એક ગુનો નોંધાયો છે.

આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી. પી.આઈ. બી.જે. સરવૈયા, પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એસ.વી. કાંબલીયા, મશરીભાઈ, જેસલસિંહ, દિનેશભાઈ, અરજણભાઈ, દીપકભાઈ, ગોવિંદભાઈ, લાખાભાઈ, મુકેશભાઈ, પ્રકાશભાઈ, સચિનભાઈ, હસમુખભાઈ, વિશ્વદીપસિંહ અને અરજણભાઈ દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular