Thursday, December 12, 2024
Homeરાજ્યજામનગરગેંગરેપના આરોપી સહિત બે શખ્સોએ સરકારી ગૌચરની જમીન પચાવી પાડી

ગેંગરેપના આરોપી સહિત બે શખ્સોએ સરકારી ગૌચરની જમીન પચાવી પાડી

પોલીસે ગેંગરેપના આરોપી સહિતના બે શખ્સો વિરૂધ્ધ વધુ એક ગુનો નોંધ્યો : બીજા આરોપીને પોલીસે જાંબુડાના પાટીયેથી દબોચ્યો : પૂર્વ આયોજિત કાવતરુ રચી ગ્રામ પંચાયતમાંથી મકાન વેરાપહોંચ મેળવી વેંચાણ કરાર બનાવી નાખ્યો

- Advertisement -

જામનગર શહેરમાં બનેલી ચકચારી ગેંગરેપની ઘટનાના આરોપીએ અન્ય શખ્સ સાથે મળીને મોટા થાવરીયા ગામની ગૌચરની કરોડોની જમીનમાં દબાણ કરી પચાવી પાડી હતી. આ જમીનમાં રહેલું દબાણ પોલીસે દૂર કરી ગેંગરેપના આરોપી સહિતના બે શખ્સો વિરૂધ્ધ વધુ એક ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં બનેલી ચકચારી ગેંગરેપની ઘટનાનો આરોપી હુશેન ગુલમામદ શેખ નામના શખ્સે મોટા થાવરીયા ગામમાં આવેલી સરકારી ગોચરની જમીન ઉપર દબાણ કરી ફાર્મ હાઉસ ખડકી દીધું હતું અને ગ્રામ પંચાયતમાંથી મકાનવેરા પહોંચ મેળવી ખોટા વેંચાણ કરારનો સાચા તરીકે ઉપયોગ કર્યો હતો. પોલીસની તપાસ દરમિયાન ગેરકાયદેસર દબાણ કરાયાનું ખુલતા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની આગેવાની હેઠળ ગોચરની જમીનમાં રહેલું દબાણ દૂર કરી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. તેમજ આ દબાણની તપાસ ડીવાયએસપી આર બી દેવધાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એમ એન શેખ તથા પીએસઆઇ એચ પી ગોહિલ, હેકો એન બી જાડેજા, પો.કો. હરદેવસિંહ ઝાલા, જયદીપસિંહ જાડેજા, ચેતનભાઈ ઘાઘરેટીયા સહિતના સ્ટાફે હુશેન નુરમામદ શેખ અને અફઝલ સીદીક જુણેજા નામના બે શખ્સો વિરૂધ્ધ પૂર્વ આયોજિત કાવતરુ રચી છેતરપિંડી આચરી ગૌચરની જમીન પચાવી પાડયાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

દરમિયાન હેકો નિર્મલસિંહ બી જાડેજા, પો.કો. જયદીપસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પંચકોશી એ ડીવીઝન પોલીસ સ્ટાફે જાંબુડાના પાટીયા પાસે રાજકોટ જવા માટેની તૈયારી કરતા અફઝલ સીદીક જુણેજા (રહે. ઘાંચીની ખડકી, વહેવારીયા મદ્રેસા પાસે જામનગર) નામના શખ્સને દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular