જામનગર નજીક ખીજડિયા બાયપાસથી કાલાવડ બાયપાસ રોડ પરથી પસાર થતાં બે શખ્સોને આંતરીને તલાશી લેતા તેમની પાસેથી રૂા. 56,895ની કિંમતના દારૂ અને મોબાઇલ સહિતના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.
દરોડાની વિગત મુજબ જામનગર નજીક ખીજડિયા બાયપાસથી કાલાવડ બાયપાસ વચ્ચેના રોડ પરથી દારૂના જથ્થા સાથે બે શખ્સ પસાર થવાની મળેલી બાતમીના આધારે પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ સી. એમ. કાંટેલિયા, પી.એન. મોરી તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે વોચ ગોઠવી સમરસ હોસ્ટેલ નજીકથી પસાર થતાં ચંદુ રવજી ઘેડિયા (રહે. ખંભાળિયા, જિ. દેવભૂમિ દ્વારકા) અને નવિન અમરતલાલ સોનગરા (રહે. ખંભાળિયા, જિ. દેવભૂમિ દ્વારકા) નામના બન્ને શખ્સોને એલસીબીની ટીમએ આંતરીને તલાશી લેતા તેઓના કબ્જામાંથી રૂા. 46,895ની કિંમતની 83 બોટલ ઇંગ્લીશ દારૂ અને 10 હજારની કિંમતના બે મોબાઇલ મળી કુલ રૂા. 56,895ના મુદામાલ સાથે બન્ને શખ્સને ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો જામનગર તાલુકાના ચેલાના ખોડિયાર નગર વિસ્તારમાં રહેતાં વીરમ લાલજી જેપાર નામના શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પંચકોષી ‘બી’ ડિવિઝન સ્ટાફે રેઇડ દરમ્યાન મકાનમાં તલાશી લેતાં ઇંગ્લીશ દારૂની ચાર બોટલ અને 40 નંગ ચપટા મળી કુલ રૂા. 13,964ના મુદામાલ મળી આવતા પોલીસે વીરમની ધરપકડ કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો કાલાવડ તાલુકાના નિકાવા ગામ નજીકથી જીજે10-ઇએ-8070 નંબરના એક્સેસ બાઇક પર પસાર થતાં પ્રતિપાલસિંહ ભરતસિંહ જાડેજા (રહે. ખંઢેરા) નામના શખ્સને કાલાવડ (ગ્રામ્ય) પોલીસે આંતરીને તલાશી લેતાં તેની પાસેથી રૂા. 750ની કિંમતના બીયરના 6 ટીન મળી આવતાં પોલીસે 40 હજારની કિંમતનું બાઇક અને બીયર મળી કુલ રૂા. 40,750ના મુદામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


