Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં બે શખ્સો આઈપીએલ મેચો ઉપર જૂગાર રમતા ઝડપાયા

જામનગર શહેરમાં બે શખ્સો આઈપીએલ મેચો ઉપર જૂગાર રમતા ઝડપાયા

પોલીસ દ્વારા રોકડ, મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબ્જે

જામનગરમાં પંચવટી કેએમસી હોટલ નજીકથી પોલીસે બે જૂગારદરોડામાં બે શખ્સોને આઇપીએલ સનરાઈઝર્સ હૈદરાબાદ – લખનઉ સુપરજાયન્ટસ વચ્ચેના મેચ પર ઓનલાઈન જુગાર રમતા ઝડપી લઇ રોકડ રકમ, મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જૂગારદરોડાની વિગત મુજબ, જામનગરના પંચવટી કેએમસી હોટલ ખેતલાઆપા હોટલની બાજુમાં આઈપીએલ મેચ ઉપર જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે સિટી બી પોલીસે રેઈડ દરમિયાન સોયમ મહેમુદ બદરી નામના શખ્સને ગુગલ ક્રોમ એપ્લીકેશનમાં LOOTBET777.COM/SLOT એપ્લીકેશનમાં 887RAAS નામની આઈડી પરથી આઈપીએલની સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનઉ સુપર જાયન્ટસ વચ્ચેની મેચ ઉપર ઓનલાઈન જુગાર રમતા ઝડપી લઇ રૂા. 1100 ની રોકડ રકમ તથા રૂા.20,000 ની કિંમતનો મોબાઇલફોન સહિત કુલ રૂા.21,100નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો જામનગરના પંચવટી કેએમસી હોટલ ખેતલા આપા હોટલની બાજુમાં આઈપીએલની મેચો ઉપર જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે સિટી બી પોલીસે રેઈડ દરમિયાન આમદ મામદ જુનેજા નામના શખ્સને પોતાના મોબાઇલમાં ગુગલ ક્રોમ એપ્લીેકેશનમાં LOOTBET777.COM/SLOT એપ્લીેકશનમાં 2AMJU નામની આઇડી પર ભારતમાં રમાતી આઈપીએલ 20-20 મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનઉ સુપરજાયન્ટ્સ વચ્ચેની મેચ પર હારજીતના સોદાઓ પાડી જૂગાર રમતા ઝડપી લઇ રૂા.1500 ની રોકડ રકમ તથા રૂા.5000 ની કિંમતનો મોબાઇલ ફોન સહિત કુલ રૂા.6500 ના મુદ્ામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular