કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે એલસીબી પોલીસે ગત સાંજે નારણ ઉર્ફે નાયો પાલાભાઈ આંબલીયા નામના 33 વર્ષના શખ્સના રહેણાંક મકાનમાં દરોડો પાડી, આ સ્થળે ક્રિકેટ વર્લ્ડકપ 20-20 મેચ ઉપર રનફેર, વિકેટ અને હારજીત પર રમાતા જુગારના અખાડામાંથી પોલીસે નારણ ઉર્ફે નાયો આંબલીયા સાથે લાંબા ગામની સીમમાં રહેતા મુકેશ મુરુભાઈ ચેતરીયા નામના બે શખ્સોને ઝડપી લીધા હતા.
પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂા. 30,500 રોકડા, રૂપિયા 6,500 ની કિંમતના ચાર નંગ મોબાઈલ ફોન, રૂા. 10,000 ની કિંમતનું ટીવી વિગેરે મળી, કુલ રૂપિયા 47,500 નો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારાની કલમ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.