સરમત ગામ એરફોર્સ રેંજની બાજુમાં વાડીએ પોલીસે રેઈડ દરમિયાન બે શખ્સોને રૂા.34,800 ની કિંમતની દારૂની બોટલો, ચપટા સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં અને સપ્લાયર તરીકે જૂનાગઢના શખ્સનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરી હતી.

દરોડાની વિગત મુજબ, જામનગર જિલ્લાના સરમત ગામ એરફોર્સ રેંજની બાજુમાં વાડી વિસ્તારમાં દિનેશ કાના ભાંભીની વાડીએ દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન શૈલેષ ખીમા ભાંભી તથા સંજય રમેશ ભાંભી નામના બે શખ્સોને રૂા.4800 ની કિંમતના વિદેશી દારૂના 48 નંગ ચપટા, રૂા.9500 ની કિંમતની 19 નંગ દારૂની બોટલો, રૂા.8000 નીકિંમતની 16 નંગ વિદેશી દારૂનીબોટલો તથા રૂા.2500 ની કિંમતની 5 નંગ દારૂની બોટલો અને રૂા.10000 ની કિંમતના બે નંગ મોબાઇલ ફોન સહિત કુલ રૂા.34800 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. તેમજ સપ્લાયર તરીકે જૂનાગઢના જેન્તી બથવાર નામનો શખ્સ ખુલતા તેની શોધખોળ હાથ ધરી હતી.