જામનગર શહેરના મયૂરનગર વિસ્તારમાં રહેતાં બે શખ્સોએ એક હાથમાં ડબલ બેરલ ગન અને બીજા હાથમાં પિસ્ટલવાળો ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ કર્યાના બનાવમાં સિટી સી ડિવિઝન પોલીસ સ્ટાફે બન્ને શખ્સોને ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ જામનગર શહેરના મયૂરનગર વિસ્તારમાં રહેતો શિવરાજસિંહ ઉર્ફે શિવો રાજેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.22) નામના યુવકે એક હાથમાં ડબલ બેરલ ગન અને બીજા હાથમાં પિસ્ટલવાળો ફોટો રાખી જાહેરમાં નીકળી સોશિયલ મિડિયાના ઇન્સ્ટાગ્રામમાં ફેમસ થવા માટે ફોટો વાયરલ કર્યો હતો તેમજ મીત રાજેશભાઇ પાણસરા નામના વિભાપરના યુવકએ તેની ઇન્સ્ટાગ્રામ આઇડી વાયરલ કરવા માટે હાથમાં એરગનવાળો ફોટો પડાવી સોશિયલ મિડિયામાં વાયરલ કર્યાના બનાવમાં સાયબર ક્રાઇમ પોલીસે બન્ને યુવકો સામે ગુનો નોંધી અટકાયત કરી પોલીસે 3 હથિયારો કબ્જે કર્યા હતા.


