જામનગરના હિરજી મિસ્ત્રી રોડ પાસે રહેતાં વૃદ્ધા તેમના પૌત્ર સાથે એપાર્ટમેન્ટના પાર્કિંગમાં બેઠા હોય તે દરમિયાન બે શખ્સો મોટરસાઈકલ પર આવેલી વૃદ્ધાના ગળામાંથી દોઢ લાખનો સોનાનો ચેઈન ઝૂટવી નાશી ગયા હતાં. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

બનાવની વિગત મુજબ, જામનગર શહેરના હિરજી મિસ્ત્રી રોડ કૃષ્ણ કોલોની જેકે ટાવર રોડ પાછળ અહિરંત એપાર્ટમેન્ટ ફલેટ નંબર-13 માં રહેતાં દક્ષાબેન જીવરાજભાઈ નંદાણિયા નામના 65 વર્ષના વૃધ્ધા ગત તા.11 માર્ચના રોજ સવારના સમયે પોતાના બે વર્ષના પૌત્રને લઇને પોતાના એપાર્ટમેન્ટના પાર્કિંગમાં બેઠા હતાં આ દરમિયાન નંબર વગરનું એકસેસ મોટરસાઈકલમાં બે શખ્સો આવ્યા હતાં. જેમાંથી અંદાજે 25 થી 30 વર્ષની ઉંમરના એક શખ્સે મોટરસાઈકલમાં પાછળ ટોપી પહેરી બેઠો હોય ફરિયાદીના ગળામાં પહેરેલ અંદાજે ત્રણ તોલાનો રૂા.1,50,000 ની કિંમતનો સોનાનો ચેઈન ઝૂટવીને નાશી ગયા હતાં.
આ અંગે દક્ષાબેન દ્વારા સીટી એ ડીવીઝનમાં ફરિયાદ નોંધાવતા સિટી એ પીએસઆઈ એલ. બી. જાડેજા દ્વારા સીસીટીવી ફુટેજ સહિતની મદદથી આ શખસને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતાં.