Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામવંથલી ગ્રામ પંચાયતના બે સભ્યો લાંચ લેતા ઝડપાયા

જામવંથલી ગ્રામ પંચાયતના બે સભ્યો લાંચ લેતા ઝડપાયા

મોરબી એસીબીએ ધ્રાંગડાના પાટીયા નજીકથી ઝડપી લીધા : ધરપકડ કરી પૂછપરછ આરંભી

- Advertisement -

જામનગર તાલુકાના ધ્રાંગડા ગામના પાટીયા પાસેથી એક જાગૃત્ત નાગરિક પાસે પાવર પ્લાન્ટનું એનઓસી આપવા માટે બે સભ્યોને ત્રણ લાખની લાંચ લેતા મોરબી એસીબીની ટીમે રંગે હાથ ઝડપી લઇ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના જામવણથલી ગામમાં કોન્ટ્રાકટરે તેના ગામમાં પાવર પ્લાન્ટ તૈયાર કરી આપવાનું કામ કરતો હોય જેથી તેને ગ્રામ પંચાયતની એનઓસી લેવું પડે છે અને આ એનઓસી લેવા માટે જામ વંથલી ગ્રામ પંચાયતના સભ્ય (પદાધિકારી) અર્જુનસિંહ રણવીરસિંહ જાડેજાએ પાવર પ્લાન્ટ માટે ગ્રામપંચાયતની એનઓસી આપવા જાગૃત્ત નાગરિક પાસેથી અર્જુનસિંહના અને સરપંચ તેમજ ઉપસરપંચના રૂા.2,50,000 અને અન્ય સભ્ય નાથા ગોવિંદ ટોરિયાના રૂા.50,000 મળી કુલ રૂા.3,00,000 ની લાંચની માંગણી કરી હતી. જેથી જાગૃત નાગરિકએ આ સંદર્ભે રાજકોટ એસીબી મદદનીશ નિયામક એ.પી. જાડેજાને ફરિયાદ કરી હતી જેથી એસીબીએ આ લાંચનું છટકુ ગોઠવ્યું હતું.

છટકા મુજબ શુક્રવારે સાંજના સમયે જાગૃત નાગરિકે ધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામના પાટીયા પાસે આવેલી હોટલ શિવ શકિત નજીક લાંચની રકમ આપવા માટે બન્ને પદાધિકારીઓને બોલાવ્યા હતાં. ત્યારે અર્જુનસિંહ રણવીરસિંહ જાડેજા અને નાથા ગોવિંદ ટોરિયા ગ્રામ પંચાયત સભ્ય (પદાધિકારી) બન્નેને મોરબી એસીબી પીઆઈ પી.કે. ગઢવી તથા સ્ટાફે રૂા.3 લાખની લાંચ લેતા રંગે હાથ પંચ સમક્ષ અટકાયત કરી હતી અને ત્યારબાદ આ બન્ને પદાધિકારીઓને જામનગર લઇ આવી એસીબી ઓફિસ ખાતે પૂછપરછ હાથ ધરી રિમાન્ડ મેળવવા તજવીજ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular