Saturday, January 4, 2025
Homeરાજ્યજામનગરઅવધ હોન્ડાના શોરૂમમાં થયેલ ચોરીના કેસમાં આંતરરાજ્ય ગેંગના બે શખ્સો ઝડપાયા -...

અવધ હોન્ડાના શોરૂમમાં થયેલ ચોરીના કેસમાં આંતરરાજ્ય ગેંગના બે શખ્સો ઝડપાયા – VIDEO

રૂપિયા.13,500ની રોકડ રકમ અને તથા મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબ્જે કરતી સિટી એ પોલીસ

- Advertisement -

જામનગરમાં રણજીતસાગર રોડ પર આવેલી અવધ હોન્ડાના શોરૂમમાં થયેલ રોકડ રકમની ચોરીના કેસમાં સિટી એ પોલીસે બે શખ્સોને ઝડપી લઇ રોકડ રકમ તથા મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ગત તા. 18 ડિસેમ્બરના રોજ રણજીતસાગર રોડ પર આવેલ અવધ ઓટો મોબાઇલ્સ (હોન્ડા શોરૂમ) માંથી રૂા.2,37,440 ની રોકડ રકમની ચોરી થયા અંગેની ફરિયાદ નોંધાઇ હતી. જે કેસમાં પો.કો. રવિભાઈ શર્મા તથા વિજયભાઈ કાનાણીને મળેલી બાતમીના આધારે જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ તથા નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાની સુચના મુજબ યતિન પ્રવિણ સિંદ્રોજા (રહે. મુંબઇ) તથા સુનિલ શિવ પરીયાર (રહે. મહારાષ્ટ્ર) નામના બે શખ્સોને ઝડપી લઇ પુછપરછમાં ગુનાની કબુલાત આપી હતી. બંને શખ્સો પાસેથી રૂા.13500 ની રોકડ રકમ અને તથા રૂા.9000 ની કિંમતના બે નંગ મોબાઇલ ફોન કબ્જે કર્યા હતાં અને આરોપીઓની અટકાયત કરી રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી હતી. આ સાથે સહ આરોપીઓ ઉમેશ ઉર્ફે બિરેન્દ્ર માનબહાદૂર માઝી, જનક ઉર્ફે ડીકે મનીરામ સોની, તથા કમલ ખતરી સહિતની તપાસ હાથ ધરાઈ છે.

- Advertisement -

આરોપી યતિન સિંદ્રોજા વિરૂધ્ધ મુંબઇના વિવિધ પોલીસ સ્ટેશનમાં 16 જેટલા ગુનાઓ નોંધાયેલ છે. જ્યારે સહ આરોપી ઉમેશ ઉર્ફે બિરેન્દ્ર માઝી વિરૂધ્ધ મુંબઇમાં બે ગુનાઓ નોંધાયેલા છે. આ કાર્યવાહી પીઆઈ એન.એ. ચાવડા, એએસઆઈ નરેન્દ્રસિંહ ઝાલા, પો.કો. રવિભાઈ શર્મા, વિજયભાઈ કાનાણી, યોગેન્દ્રસિંહ સોઢા તથા ખોડુભા જાડેજા દ્વારા કરાઇ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular