Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરસ્ટેટ જીએસટીની તપાસમાં બોગસ બીલીંગ કૌભાંડમાં જામનગરના બે વેપારીની ધરપકડ

સ્ટેટ જીએસટીની તપાસમાં બોગસ બીલીંગ કૌભાંડમાં જામનગરના બે વેપારીની ધરપકડ

એક સપ્તાહ પૂર્વે જામનગરની 8 સહિત રાજ્યની 13 પેઢીમાં દરોડા : જામનગરની પેઢીમાં 181 કરોડના બોગસ વ્યવહારો મળી આવ્યા

- Advertisement -

આંતર રાજય વેપારમાં માત્ર કાગળ પર ખરીદ – વેચાણનાં વ્યવહારો કરી કરોડોની વેરા શાખ લઈ કરાતી કરચોરી નાથવા સ્ટેટ જીએસટી વિભાગે દસેક દિવસ પહેલા જામનગરની આઠ સહિત રાજયની 13 પેઢીઓ પર દરોડા પાડયા હતા. તપાસમાં જામનગરની ચાર પેઢીઓએ આંતર રાજય ખરીદીમાં રૂા.181 કરોડનાં બોગસ વ્યવહારો ઝડપાતા આ બોગસ બિલીંગ કોૈંભાડમાં 3ર કરોડની ખોટી વેરા શાખ લેવાઈ હોવાનું ખુલતા બે વેપારીની ધરપકડ કરવામાં આવી છે.

- Advertisement -

તપાસ દરમિયાન જામનગરની શાંતિ મેટલ રિસાયકલીંગ પ્રા.લી, મે. શાંતિ મેટલ ઈન્ડસ્ટ્રીઝ, ડી.આર. ટ્રેડીંગ કંપની, એકટીવ મેટલ ઈન્ડ. નો સમાવેશ થાય છે. સ્ટેટ જીએસટીનાં સુત્રો મુજબ શાંતિ મેટલ અને ડી.આર. ટ્રેડીંગ પેઢીમાં ખરીદીને લગતી કામગીરી રૂષભ અશોકકુમાર પાંભર સંભાળે છે જેમણે રૂા.1ર1.49 કરોડની ખરીદી દર્શાવી રૂા. ર1.87 કરોડની ખોટી વેરા શાખ મેળવી છે. જયારે એકટીવ મેટલ ઈન્ડ.ની ધંધાકીય પ્રવૃતિ વરુણ રાકેશ બંસલ સંભાળી રહયા છે. જેઓએ રૂા. 49.પપ કરોડની ખરીદીનાં વ્યવહારો બતાવીને રૂા.10.71 કરોડની ખોટી રીતે વેરા શાખ લીધી હતી. ઉપરોકત બંને પેઢીએ આંતર રાજય ખરીદીનાં કુલ રૂા.181 કરોડનાં બોગસ કરી રૂા. 3ર.પ8 કરોડની ખોટી વેરા શાખ સરકારમાંથી લીધી હોવાનું ખુલતા આં બંને પેઢીનાં વ્યવહારો સંભાળનાર રૂષભ અશોકકુમાર પાંભર અને વરૂણ બંસલની ધરપકડ કરી જામનગરની કોર્ટમાં રજુ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અન્ય જિલ્લાઓની પેઢીઓમાં પણ તપાસ કરવામાં આવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular