પશ્ચિમ બંગાળ રાજ્યના અહેમદનગર વિસ્તારના મૂળ રહીશ અને હાલ ઓખામાં રહેતા શાહરૂખ સોફિયા ભાઈ શેખ નામના 23 વર્ષના યુવાન બુધવારે રાત્રિના સમયે બાર્જ પર સુતા હતા ત્યારે તેમને હૃદયરોગનો જીવલેણ હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હોવાની જાણ અબ્દુલ રજાક મુસ્લિમ અલી શેખ નામના યુવાન દ્વારા ઓખા મરીન પોલીસને કરવામાં આવી છે.
દ્વારકામાં રોકાયેલા તામિલનાડુ રાજ્યના વિરુધૂનગરના મૂળ વતની એવા જય લક્ષ્મી નમપેરુમલ નાયરા નામના 72 વર્ષના મહિલાને બિમાર હાલતમાં વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને હૃદયરોગનો ઘાતક હૂમલો આવી જતાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું.