Monday, December 23, 2024
Homeરાજ્યદ્વારકા જિલ્લામાં રાત્રિના મેઘરાજાનું દે ધનાધન

દ્વારકા જિલ્લામાં રાત્રિના મેઘરાજાનું દે ધનાધન

વાઝડી સાથે ધોધમાર ખાબકતા પાણી પુર ચાલી નીકળ્યા : ખંભાળિયામાં ધોધમાર બે ઈંચ વરસાદ

- Advertisement -

ફોટો કુંજન તા. 9-8 રેઇન નામનું ફોલ્ડર મોર્નિંગમાં
છેલ્લે

ખબર-ખંભાળિયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત રાત્રે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી, ખંભાળિયા સહિત જિલ્લામાં સાર્વત્રિક અને નોંધપાત્ર વરસાદ વરસાવી દીધો હતો. ખાસ કરીને ખંભાળિયામાં આશરે પોણો કલાકના સમય ગાળામાં ધોધમાર બે ઈંચ પાણી પડી ગયું હતું.

- Advertisement -

ખંભાળિયા પંથકમાં ગઈકાલના આખો દિવસ સર્જાયેલા ગરમી અને બફારા ભર્યા માહોલ બાદ રાત્રે થતી વીજળી વચ્ચે પોણા દસેક વાગ્યે વીજળીના કડાકા ભડાકા અને પવનના સુસવાટા વચ્ચે મુશળધાર વરસાદ શરૂ થયો હતો. જે આશરે પોણો કલાકના સમયગાળા દરમિયાન બે ઈંચ (47 મી.મી.) વરસી ગયો હતો.

વાઝડી સાથેના સાંબેલાધારે વરસેલા આ વરસાદથી થોડો સમય ભાયનો માહોલ પ્રસરી ગયો હતો અને આ તોફાની વરસાદના કારણે તુરંત વીજપુરવઠો લાંબા સમય માટે ખોરવાઈ જતા નગરજનો ભારે હાલાકીમાં મુકાઈ ગયા હતા. આ ધોધમાર વરસાદના પગલે માર્ગો પર પૂર જેવા પાણી ચાલી નીકળ્યા હતા.

- Advertisement -

આ સાથે ગતરાત્રિનો ભાણવડ તાલુકામાં પણ દોઢ ઇંચ (36 મીલીમીટર) અને દ્વારકા તાલુકામાં પણ રાત્રિના એક ઇંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે કલ્યાણપુર તાલુકામાં માત્ર 6 મી.મી. વરસાદ વરસ્યો હતો. ગઈકાલે સવારે 10 થી આજે સવારે 8 વાગ્યા સુધીમાં ખંભાળિયા તાલુકામાં 47, ભાણવડ તાલુકામાં 35, દ્વારકા તાલુકામાં 30 અને કલ્યાણપુર તાલુકામાં 6 મી.મી. વરસાદ નોંધાયો છે.

દ્વારકા જિલ્લામાં આજે સવાર સુધીમાં ખંભાળિયા તાલુકામાં સાડા 38 ઈંચ (960 મી.મી., 119 ટકા), દ્વારકા તાલુકામાં 28 ઈંચ (692 મી.મી., 130 ટકા), કલ્યાણપુર તાલુકામાં 26 ઈંચ (658 મી.મી., 77 ટકા) અને ભાણવડ તાલુકામાં સાડા 16 ઈંચ (415 મી.મી., 57 ટકા), સાથે જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 96 ટકા વરસી ગયો છે. આજે સવારે પણ વરસાદી વાદળોની આવન-જાવન વચ્ચે મેઘ વિરામ રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular