Friday, November 22, 2024
Homeરાજ્યખંભાળિયા પંથકમાં મુશળધાર બે ઇંચ વરસાદ

ખંભાળિયા પંથકમાં મુશળધાર બે ઇંચ વરસાદ

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય ખંભાળિયામાં આ વર્ષે મેઘરાજા મહેરબાન થયા છે. એકાદ માસના મેઘ વિરામ બાદ છેલ્લા ત્રણ દિવસ થયા દરરોજ નોંધપાત્ર વરસાદનો સિલસિલો ગઈકાલે પણ યથાવત રહ્યો હતો. દિવસ દરમિયાન ખંભાળિયા પંથકમાં ગરમી ભર્યા માહોલ બાદ સાંજે ચારેક વાગ્યે ઘટાટોપ વરસાદી માહોલ છવાયો હતો અને વીજળીના ગડગડાટ સાથે સતત એકાદ કલાક સુધી ધોધમાર વરસાદ વરસ્યો હતો. કાલાવડમાં વીજળીના કડાકા-ભડાકા સાથે અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. જયારે જામનગર શહેરમાં વીજળીના ચમકારા વરચે છાંટા જોવા મળ્યા હતા.

- Advertisement -

ખંભાળીયામાં સાંજે એક કલાકના સમયગાળામાં બે ઇંચ (48 મી.મી.) જેટલો વરસાદ વરસી ગયો હતો. આ સાથે ખંભાળિયા તાલુકામાં મોસમનો કુલ વરસાદ સાડા 48 ઈંચ (1212 મી.મી.) થવા પામ્યો છે. ખંભાળિયા પંથકમાં આ વર્ષે માગ્યા મેહ વરસતા ખાસ કરીને ધરતીપુત્રો ખુશખુશાલ થયા છે.

જામનગરમાં સામાન્ય ઝાપટાંરૂપે 5 મિ.મી., જોડિયામાં 6 મિ.મી., ધ્રોલમાં 6 મિ.મી., લાલપુરમાં 2 મિ.મી., વરસાદ નોંધાયો હતો. જયારે ગ્રામ્ય પંથકમાં જામનગર તાલુકાના જામવંથલીમાં 15 મિ.મી., ધુતારપૂરમાં 20 મિ.મી., જોડિયા તાલુકાના હડિયાણામાં 5 મિ.મી., ધ્રોલ તાલુકાના લૈયારામાં 5 મિ.મી., કાલાવડ તાલુકાના નિકાવામાં 30 મિ.મી., ખરેડીમાં 30 મિ.મી., મોટા વડાળામાં 70 મિ.મી., ભ.ભેરાજામાં 5 મિ.મી., જામજોધપુરના શેઠ વડાળામાં 4 મિ.મી., ધુનડામાં 11 મિ.મી., લાલપુરના પડાણામાં 15 મિ.મી., ભણગોરમાં 4 મિ.મી., ડબાસંગમાં 6 મિ.મી. વરસાદ નોંધાયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular