Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરધ્રોલમાં મધ્યરાત્રિના ધોધમાર બે ઈંચ વરસાદ

ધ્રોલમાં મધ્યરાત્રિના ધોધમાર બે ઈંચ વરસાદ

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં ચોમાસાના પ્રારંભમાં વાવણી લાયક વરસાદ વરસી ગયા પછી મેઘરાજાના વિરામ બાદ ફરીથી મેઘરાજાએ પધરામણી કરી હતી. જેમાં ધ્રોલમાં રાત્રિના બે વાગ્યાથી સવારના છ વાગ્યા સુધીમાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે હડિયાણામાં પણ બે ઈંચ પાણી પડયું છે. તેમજ જોડિયા, વસઈ અને જાલિયા દેવાણીમાં સવા-સવા ઈંચ વરસાદ તથા જામનગર શહેર અને કાલાવડમાં અડધો ઈંચ વરસાદ પડયો હતો.

- Advertisement -

રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણથી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં જામનગર, અમદાવાદ, અમરેલી, આણંદ, ભરૂચ, છોટા ઉદેપુર, ગીર-સોમનાથ, દાહોદ, ડાંગ, ખેડા, નર્મદા, પંચમહાલ અને વડોદરા જિલ્લાનો સમાવેશ થાય છે. આગાહીના પગલે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. આ આગાહીના પગલે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ત્રણથી ચાર ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે અને આજે સવારે 6 વાગ્યા સુધીના પુરા થતા છેલ્લાં 24 કલાક દરમિયાન ધ્રોલ ગામમાં રાત્રિના 2 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીમાં ધોધમાર બે ઇંચ વરસાદ પડી ગયો છે. જ્યારે જોડિયા તાલુકાના હડિયાણામાં પણ બે ઈંચ પાણી વરસી ગયું હતું. વાવણી થયા બાદ ફરીથી વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી.

જ્યારે જોડિયા ગામમાં સવા ઈંચ પાણી પડયું હતું અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પીઠડમાં પોણો ઈંચ અને બાલંભામાં અડધો ઈંચ પાણી વરસ્યું હતું. જ્યારે ધ્રોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જાલિયદેવાણીમાં સવા ઈંચ અને લતીપુર તથા લૈયારામાં સામાન્ય ઝાપટા નોંધાયા છે તથા કાલાવડમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નિકાવામાં એક તથા મોટા દેવડા અને મોટા વડાળામાં અડધો-અડધો ઈંચ ઝાપટાંરૂપે પાણી વરસ્યું હતું.

- Advertisement -

જામનગર શહેરમાં વધુ અડધો ઇંચ પાણી પડયું હતું. તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વસઇમાં સવા ઈંચ અને ફલ્લામાં અડધો ઈંચ વરસાદ પડયાના અહેવાલ છે તથા જામજોધપુરમાં સવારે 6 વાગ્યા સુધીમાં કોરુ ધાકોડ રહ્યું હતું પરંતુ સવારે 6 થી 10 માં ઝાપટાંરૂપે અડધો ઈંચ પાણી પડયું છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધૂનડા અને પરડવામાં વધુ અડધો-અડધો ઈંચ તથા સમાણામાં જોરદાર ઝાપટું પડયું હતું. ઉપરાંત લાલપુરમાં જોરદાર ઝાપટું વરસ્યું હતું. જ્યારે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ડબાસંગ, પીપરટોડા અને ભણગોરમાં ઝાપટાંરૂપે અડધો ઈંચ પાણી વરસ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular