કલ્યાણપુર તાલુકાના ગોરીયાળી ગામમાં રહેતાં બે મિત્રો દ્વારકા મેળામાં જતા હતાં તે દરમિયાન નજીવી બાબતે બોલાચાલી થતા છ શખ્સોએ લોખંના પાઈપ વડે ઘાતક હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી.
આ અંગેની વિગત મુજબ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગોરીયાળી ગામના ગામે હાલ રહેતા અને મૂળ જોધપુર (નવાગામ) ના રહીશ હમીરભા વીરાભા સુમણીયા નામના 26 વર્ષના હિન્દુ વાઘેર યુવાન ગત તારીખ 28મી ના રોજ રાત્રિના સમયે તેમના મિત્ર વિજયભા સુમણીયા સાથે દ્વારકા મેળામાં જઈ રહ્યા હતા, તે દરમિયાન કોઈ બાબતે બોલાચાલી થયા બાદ મીઠાપુરના રહીશ વિજયભા માણેક, નવીન નાયાણી, જખરાજ ઉર્ફે જય માણેક અને વિનોદભા વાઘા નામના ચાર શખ્સો સાથે આવેલા અન્ય બે અજાણ્યા શખ્સો દ્વારા ફરિયાદી હમીરભા તથા તેમના મિત્રને લોખંડના પાઇપ તેમજ ઢીકાપાટુનો બેફામ માર મારી, ફ્રેકચર સહિતની ઈજાઓ પહોંચાડવા ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવતા આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસ મથકમાં બે અજાણ્યા સહિત તમામ છ શખ્સો સામે આઈ.પી.સી. કલમ 323, 325, 427, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.