Tuesday, December 24, 2024
Homeરાજ્યહાલારજોડિયા ગામમાંથી ગાંજાના જથ્થા સાથે બે માછીમાર ઝડપાયા

જોડિયા ગામમાંથી ગાંજાના જથ્થા સાથે બે માછીમાર ઝડપાયા

- Advertisement -

જોડિયા ગામમાંથી નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે બે શખ્સો બાઈક પર પસાર થવાથી મળેલી બાતમીના આધારે સ્થાનિક પોલીસે વોચ ગોઠવી 492 ગ્રામ ગાંજા સાથે માછીમારી કરતા બે શખ્સોને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરી હતી.
સંવેદનશીલ દરિયાકિનારો ધરાવતા જામનગર અને દ્વારકા જિલ્લામાંથી અવાર-નવાર નશીલા પદાર્થ ગાંજો તથા હેરોઇનનો જથ્થો મળી આવવાની ઘટનાઓ બનતી હોય છે. છેલ્લાં થોડા સમયથી પોલીસ વિભાગ નશીલા પદાર્થનો વેપાર અટકાવવા માટે કડક કાર્યવાહી કરી રહી છે અને આ નશીલા પદાર્થની હેરાફેરી અને વેંચાણ કરતા ગુનેગારો ઉપર સખ્ત પગલાં લેવામાં આવે છે. હાલમાં જ જામનગરમાં જિલ્લામાંથી એક મહિલા અને એક વૃધ્ધાને ગાંજાનું વેંચાણ કરતા ઝડપી લઇ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન જોડિયા પીએસઆઈ આર.ડી. ગોહિલને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી મહેન્દ્રસિંહ સોલંકી અને પીઆઇ એમ.બી. ગજ્જરના માર્ગદર્શન હેઠળ જોડિયામાં ચાર ધામ પાસે આવેલા પાણીના ટાંકા નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબની બાઇક પસાર થતા પીએસઆઈ આર.ડી.ગોહિલ, હેકો નિકુલસિંહ જાડેજા, પો.કો. અશોકસિંહ જાડેજા સહિતના સ્ટાફે આંતરી લીધા હતાં.

- Advertisement -

જોડિયા પોલીસે સાહીદ ઉર્ફે સાજીદ નુરમામદ પરમલ અને અશરફ ઓસમાણ પરમલ નામના જોડિયામાં રહેતા બે માછીમારોની તલાસી લેતા તેમના કબ્જામાંથી રૂા.4920 ની કિંમતનો 492 ગ્રામ નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસે બંને શખ્સોની પાસેથી રૂા.16,000 ની રોકડ રકમ, પાંચ હજારની કિંમતનો એક મોબાઇલ, રૂા.4,920 ની કિંમતનો ગાંજો અને જીજે-10-એસ-4253 નંબરની બાઈક સહિત કુલ રૂા.46,220 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી બંને વિરૂધ્ધ ગુનો નોંધી પૂછપરછ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular