જામનગર જીલ્લાના લાલપુર તાલુકાનાં કાનાલુશ ગામેથી પોલીસની એસ.ઓ.જીની ટૂકડીએ બોગસ ડોકટરને ઝડપી લીધા છે. ડૉક્ટરની ડિગ્રી ના હોવા છતા આ ઘોડા ડોકટર દરદીઓની સારવાર કરી તેના આરોગ્ય અને જીવન સાથે ચેડાં કરતો હોવાનું બહાર આવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, જામનગર જીલ્લાના લાલપુર તાલુકાનાં કાનાલુશ ગામે રણજીતસિંહ ચૌહાણ ના મકાન માં તુષાર કાંતિ ગોપાલ ચંદ્ર અધિકારી નામનો ઇસમ મેડીકલ ડોકટરને લગતી ડિગ્રી ધરાવતા ના હોવા છતા ડોકટર તરીકેની ખોટી ઓળખ આપી દર્દીઓને તપાસી તે દર્દીઓને અલગ અલગ પ્રકારની દવાઓ આપી પૈસા વસુલ કરે છે. તેવી બાતમીના આધારે રેઇડ કરી તેના કબ્જામાથી સ્ટેથો સ્કોપ મશીન, 6 નંગ ગ્લુકોશના બાટલા,બાટલા ચડાવવાની આઈવી સેટ 15 નંગ, ઈન્જેકસન, જુદી જુદી કંપનીઓ ની દવાઓ મળી કુલ રૂ.2511 /- નો મુદામાલ કબ્જે કરેલ છે અને આરોપી વિરૂધ્ધ ગુજરાત મેડીકલ પ્રેકટીશનર્સ એકટ હેઠળ કાયદેસર કાર્યવાહી કરેલ છે.
અન્ય એક બનાવ માં જામનગર જીલ્લાના લાલપુર તાલુકાનાં કાનાલુશ ગામે લાલાભાઈ ના મકાન માં સુફલ સુનીલભાઈ મંડલ નામનો ઇસમ મેડીકલ ડોકટરને લગતી ડિગ્રી ધરાવતા ના હોવા છતા ડોકટર તરીકેની ખોટી ઓળખ આપી દર્દીઓને તપાસી તે દર્દીઓને અલગ અલગ પ્રકારની દવાઓ આપી પૈસા વસુલ કરે છે. તેવી બાતમીના આધારે રેઇડ કરી તેના કબ્જામાથી સ્ટેથો સ્કોપ મશીન, 14 નંગ ગ્લુકોશના બાટલા,બાટલા ચડાવવાની આઈવી સેટ 15 નંગ, 54 નંગ ઈન્જેકસન, જુદી જુદી કંપનીઓ ની દવાઓ મળી કુલ રૂ.2078 /- નો મુદામાલ કબ્જે કરેલ છે અને આરોપી વિરૂધ્ધ ગુજરાત મેડીકલ પ્રેકટીશનર્સ એકટ હેઠળ કાયદેસર કાર્યવાહી કરેલ છે.
આ કાર્યવાહી પોલીસ ઇન્સપેકટર એસ.એસ.નીનામા તથા પોલીસ સબ ઈન્સ.આર.વી.વીછી તથા વી.કે.ગઢવી નીસુચના થી કરવામાં આવી હતી.